બોલીવુડ ને પડી મોટી ખોટ ?? આ પીઠ એક્ટર નું અચાનક થયું હતું મોત…ઓમ શાંતિ
આપણે જાણીએ છે કે, હાલમાં જ અનેક કલાકારોએ આ દુનિયામાંથી વિદાય લીધી છે, ત્યારે હાલમાં 2 મહિના પહેલા એટલે કે 26 નવેમ્બરના રોજ સિનેમા જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે હતા. બોલિવૂડ અને ટીવીના પીઢ અભિનેતા વિક્રમ ગોખલે હવે આ દુનિયામાંથી વિદાય લીધી હતી. વિક્રમ ગોખલે લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ હતા. જ્યાં તેની સ્થિતિ નાજુક રહી.
તમને જણાવી દઈએ કે વિક્રમ ગોખલે છેલ્લા કેટલાક દિવસોથી પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ હતા. અભિનેતાની તબિયત સતત નાજુક હતી અને તેઓ વેન્ટિલેટર પર હતા. પરંતુ હવે તેમના નિધનના સમાચારે સૌ શોકમગ્ન બની ગયા.વિક્રમ ગોખલેનો જન્મ ફિલ્મી પરિવારમાં થયો હતો. અભિનયની શરૂઆત તેના પરદાદી પાસેથી પરિવારમાં થઈ હતી. વિક્રમ ગોખલેના પરદાદી દુર્ગાબાઈ કામત ભારતીય પડદાની પ્રથમ મહિલા અભિનેત્રી હતી.
તેમના દાદી કમલાબાઈ ગોખલેએ ભારતીય સિનેમાની પ્રથમ મહિલા બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું અને તેમના પિતા ચંદ્રકાંત ગોખલે પણ મરાઠી સિનેમાના પીઢ અભિનેતા હતા. પરિવારના રસ્તે ચાલીને વિક્રમ પણ સિનેમા સાથે જોડાયો. જો કે, તેમનું નામ હંમેશા થિયેટર સાથે જોડાયેલું હતું. તેમની પહેલી ફિલ્મ ‘પરવાના’ વર્ષ 1970માં રિલીઝ થઈ હતી. આ પછી તે ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં જોવા મળ્યા હતા.
વિકમ ગોખલેએ ઘણી મરાઠી અને બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું હતું. તે 1990માં અમિતાભ બચ્ચનની અગ્નિપથ અને સંજય લીલા ભણસાલીની હમ દિલ દે ચૂકે સનમ (1999)માં ઐશ્વર્યા રાય બચ્ચનના પિતા સાથે જોવા મળ્યો હતો. આ સિવાય અભિનેતાએ ‘ભૂલ ભુલૈયા’, ‘દિલ સે’, ‘દે દાના દન’, ‘હિચકી’, ‘નિકમ્મા’ અને ‘મિશન મંગલ’ જેવી બોલિવૂડની હિટ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
આ સાથે જ તેની ટીવી કરિયર પર નજર કરીએ તો તે ‘ઉડાન’, ‘ઇન્દ્રધનુષ’, ‘ક્ષિતિજ યે નહીં’, ‘સંજીવની’, ‘જીવન સાથી’, ‘સિંહાસન’, ‘મેરા નામ કરેગી રોશન’માં જોવા મળ્યા હતા, તેમના નિધનથી બૉલીવુડએ એક મહાન અભિનેતાની ખોટ પડી છે.