નવવિવાહિત પરિણીતાએ ગળાંફાસો ખાઈ આપઘાત કરી લીધો ! મરતા પહેલા ભાઈને એવો મેસેજ કર્યો કે જાણી ને આંચકો લાગશે…..
દિવસને દિવસે આત્મહત્યાના અનેક બનાવો બની રહ્યા છે, ત્યારે હાલમાં જ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રહેતી પરિણીતાએ ગળોફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું.પરિણીતાએ આપઘાત પૂર્વે ભાઇને મેસેજ કરી તેના મોબાઇલનો પાસવર્ડ મોકલી આપ્યો હતો જેમાં આપઘાત પૂર્વેનો વીડિયો અને તેના કારણ અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આ ઘટના અંગે વધુ વિગતવાર જાણીએ, ખંભાળિયાના મોવાણ ગામના વતની અપિલભાઇ ભીખુભાઇ જોગલ દ્વારા ધોરાજી પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધોરાજીમાં જમનાવડમાં રહેતા તેના બનેવી અનિલ પરબતભાઇ ગોજીયા, બહેનના સસરા પરબત ગોજીયા, સાસુ રાધાબેન, નણંદ નીકીતાબેન પ્રવિણભાઇ ડાંગર, નણંદોયા પ્રવિણ ડાંગરના નામ આપ્યા છે.
વીજુ ઉર્ફે વૈશાલીના લગ્ન મૂળ જામખંભાળિયાના કોઠા વિસોત્રી ગામના વતની અને હાલ ધોરાજીમાં જમનાવડ રોડ પર રહેતા પરબતભાઈ ગોજીયાના પુત્ર અનિલ ગોજીયા સાથે ગત 28/11/2021ના રોજ થયા હતા. લગ્નના પાંચેક માસ સુધી ઘરસંસાર સારી રીતે ચાલ્યા બાદ ફરિયાદીના બહેન વીજુ પ્રસંગોપાત મોવાણા આંટો મારવા આવી હતી. ત્યારે ઘરના સભ્યોને વાત કરી હતી કે, સાસુ રાધાબેન અને સસરા પરબતભાઈ બન્ને મને અવારનવાર રસોઈમાં રોટલી કેમ વધી? શાક-રોટલી બરાબર બનાવતી નથી કહી મેણાટોણા મારે છે. અવારનવાર પૈસાની માગણી કરે છે, મારે કોઈ જરૂરી વસ્તુ ખરીદવી હોય તો ખરીદવા દેતો નથી અને ઝઘડો કરે છે.
દીકરીને સાસરિયામાં આવું ચાલ્યા કરે જે સહન કરી લેવાનું અને કોઈ દુઃખ ત્રાસ આપે તો ફોન કરજે અમે આવીશું. દરમિયાન અહીં 10 દિવસ રોકાયા બાદ પતિ અનિલ તેને લેવા આવ્યો હતોમ ત્યારબાદ તા 12 ફેબ્રુઆરીના રોજ વીજુએ પોતાના ભાઈને મેસેજ કર્યો કે, ભાઈ મારો મોબાઇલનો લોક 5054 છે. જેથી ભાઈને શંકા જતા તુરંત ફોન કર્યો હતો. પરંતુ બહેને ફોન ન ઉપાડતા કંઈક અજુગતું બન્યાની શંકા ગઈ હતી.
બાદમાં બનેવીને ફોન કર્યો હતો. જેથી તેણે કહ્યું હતું કે હું નીચે સૂતો છું અને વૈશાલી ઉપરના રૂમમાં સૂતી છે. થોડીવાર બાદ ફરી ફોન કરતા કહ્યું હતું કે, વૈશાલી દરવાજો ખોલતી નથી. ત્યારબાદ તેણે ગળેફાંસો ખાઈ લીધો હોવાનું માલુમ પડ્યું હતું. ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, તેની બહેને મોબાઇલમાં પાસવર્ડ ચેન્જ કર્યો હોય અને તેનો નંબર તેને મોકલ્યો હતો. આ મોબાઇલમાં તેણે આપઘાત અને આપઘાતના કારણ પાછળના વીડિયો મેસેજ બનાવ્યા હતા.પરિણીતાના ભાઈની ફરિયાદ પરથી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.