Gujarat

અમદાવાદમાં દીકરાએ પોતાની માતા-પિતાની 50મી વર્ષગાંઠે કરાવ્યા હતા ફરીથી લગ્ન ! કહ્યું કે જે 50 વર્ષ પેહલા ન કરી શક્ય તે હવે, જુઓ આ તસવીરો…

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં લગ્નગાળાએ ભારે જોર પક્ડયું છે, એવામાં વર્તમાન સમયમાં સમાચારના માધ્યમોં તથા સોશિલ મીડિયાના માધ્યમોથી અનેક એવી કંકોત્રી તથા અનોખા લગ્ન વિશે જાણવા મળતું હોય છે અને જોવા પણ મળતું હોય છે. આજે અમે એક એવા જ અનોખા લગ્નનો કિસ્સો લઈને આવ્યા છીએ જે અમદાવાદમાં ગતવર્ષના ફેબ્રુઆરી માસમાં બન્યો હતો.

જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં એક દીકરાએ પોતાના માતા-પિતાની વર્ષગાંઠ નિમિતે તેઓના ફરીથી એકદમ ધામધૂમથી લગ્ન કરાવી દીધા હતા. આવું કરવા પાછળ ફક્ત દીકરાનું એક જ કારણ હતું કે જયારે તેણે પોતાના માતા-પિતાના લગ્નનો આલ્બમ જોયો તો તેને દેખાયું કે આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને લીધે લગ્ન એટલા બધા ધામધૂમથી કરવામાં આવ્યા હતા નહીં.

આવું જોઈને જ દીકરાએ માતા-પિતાને તેઓની 50મી વર્ષગાંઠે આવું ગિફ્ટ આપ્યું હતું.આ લગ્ન અંગે દીકરા વિજયભાઈ ચૌહાણનું જણાવું છે કે તેઓએ તેમના આલ્બમ જોતા હતા જેમાં તેઓની નજરે પડ્યું હતું કે તેઓના માતા-પિતા લગ્નમાં એટલો બધો ઉત્સાહ નહોતો કરી શક્યા જેટલો તે કરવા માંગતા હતા. એવામાં 50 વર્ષો પેહલા જે ન કરી શક્યા તેવું તેઓએ કર્યું હતું.

પ્રિ વેડિંગ ફોટોશૂટનો સમયગાળો ન હતો તેમ છતાં આ દાદા-દાદીની પ્રિ વેડિંગ ફોટોશૂટની અનેક તસવીરો છે તથા આ દાદા પોતાના લગ્નમાં ઘોડી પર પણ ચડ્યા હતા.દાદા-દાદીના ફરીથી લગ્ન કરવામાં આવે છે જેમાં તમામ લગ્નની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં દાદાનો વરઘોડો, પ્રિ વેડિંગ ફોટોશૂટ કરાવ્યું હતું તસવીરો પોસ્ટર માટે પણ લેવામાં આવી હતી.

વિજયભાઈના પત્નીએ જણાવ્યું હતું કે તેમાં સાસુ-સસરાના લગ્ન ખુબ ધામધૂમથી કરવામાં આવ્યા હતા. મામેરાથી લઈને તમામ એવી વિધિ જે લગ્નમાં થતી હોય છે તે તમામ વિધિને શાંતિપૂર્વક રીતે કરવામાં આવી હતી.

લગ્ન સમયે વરરાજાની મોજડી પણ ચોરવામાં આવી હતી. ખરેખર આવા લગ્ન સમાજ માટે એક દાખલો બેસાડતો પણ કિસ્સો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!