પરણીત મહીલા ના આપઘાત કેસ મા થયો મોટો ખુલાસો ! પ્રેમમાં ફસાવી 67 તોલ સોનુ અને સાડા ચાર કિલો ચાંદી પડાવી…જાણો વિગતે
આજના સમયમાં સોશિયલ મીડિયામાં મિત્રતા કરવી ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે કારણ કે હાલમાં જબ પાટણમાં બે બાળકની માતા સાથે એક શખ્સે પ્રેમ સંબંધ બાંધી એવો કાંડ રચ્યો કે જાણીને તમેં પણ ચોંકી જશો. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જણાવીએ કે, આખરે આ બનાવ કઇ રીતે બન્યો છે.
આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો શખ્સે મહિલા પાસેથી 67 તોલા સોનું સાડા ચાર કિલો ચાંદીના દાગીના એક મહિના માટે વાયદે લઈ પરત ન આપી મહિલાના બીભત્સ ફોટા વાયરલ કરવાનીનીની ધમકી આપી હતી.
આ કારણે મહિલાએ કંટાળી સિધ્ધિ સરોવરમાં આત્મહત્યા કરી લીધી હતી. આ મહિલાના પતિએ આરોપી પાટણના યુવક ઠક્કર મહેશ રમેશભાઈ સામે ફરિયાદ નોધાવી છે.આ ઘટના અંગે જાણવા મળ્યું કે પાટણના રળિયાત નગરમાં રહેતા ઠક્કર મહેશભાઈ રમેશભાઈ ઉંમર વર્ષ 25 નામનો યુવક થોડા સમય પહેલા તેમની પત્ની સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી હતી.
મહિલા જિમમાં જતી હોય ત્યાં યુવક આવતો હોય રૂબરૂ મિત્રતા કેળવી વિશ્વાસમાં લઈ પોતાને બિઝનેસ અમદાવાદમાં ચાલતા હોય તેમાં ઘણા પૈસા રોકાયેલા છે જેથી પૈસાની જરૂર હોવાનું કઈ પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી. જેથી મહિલાએ પોતાના 67 તોલા સોનુ અને સાડા ચાર કિલો ચાંદુના ઘરેણા યુવકને આપ્યા હતા.
એક મહિનાના વાયદે ઘરેણા લીધા બાદ પરત આપવાના વાયદે મહિલાને ગેસ્ટ હાઉસમાં બોલાવી એકબીજાની સંમતિથી શરીર સંબંધ બાંધી બિભત્સ ફોટા પાડી બ્લેકમેલ કરી ઘરેણા પરત ના આપી બ્લેકમેલ કરી ફોટા વાયરલ કરી બદનામ કરવાનો ભય બતાવ્યો હતો. પોલીસે પતિના ફરિયાદના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે.