Viral video

જગંલ ના રાજા ના ઘરે પણ ડખો થાઈ ?? જુઓ વિડીઓ સિંહણ કેવી ટુટી પડી…

ગુજરાતીમાં એક કહેવત છે કે, ઘરે ઘરે માટીના ચૂલા. આ કહેવત તો અર્થ એ છે કે, દરેકના જીવનમાં સમસ્યાઑ અને દુ:ખ તો હોય છે. આ કહેવત માત્ર માણસો પૂરતી જ સીમિત નથી પરંતુ દરેક જીવોને લાગે છે. આ જગતમાં ઈશ્વર દરેકને સુખ-દૂ:ખ સમાન આપ્યાં છે અને દરેક વ્યક્તિ અને જીવને પણ સ્વભાવ, વર્તન અને વ્યવહાર આપ્યાં છે. આ પ્રમાણે જોઈએ તો માણસની જેમ જીવોને પણ આપણાં સંસારીઓની જેમ જ દરેક પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે.

હાલમાં જ સોશિયલ મીડીયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયોમાં જોઈ શકો છો કે એક સીંહ અને સિંહણ વચ્ચે લડાઈ ચાલી રહી છે અને સિંહણે સીંહ પર એવો હુમલો કર્યો કે સીંહ હાર માનવી પડી. આ જોઈને એટલું તો જરૂર કહી શકાય કે, માણસની જેમ જંગલના રાજાના ઘરે પણ ડખા હાલે છે. ખરેખર એક વાત સત્ય છે કે, પશુ-પ્રાણી અને પક્ષીઓ કે જીવજંતુઓ ભલે બોલી ન શકતા હોય પરંતુ તેમની અંદર પણ લાગણીઓ અને પ્રેમની ભાવના રહેલ હોય છે.

જે રીતે આપણે માણસ-માણસ એક બીજા પ્રત્યે લાગણી અને પ્રેમભાવના તેમજ ગુસ્સો કે વેરનો ભાવ રાખી તેમજ દરેક જીવોમાં આ પ્રકારનો ભાવ જોવા મળે છે. સીંહ અને સિંહણ વચ્હે જે માથાકૂટ થઈ રહી છે, એ જોતાં લાગી રહ્યું છે કે, સિહે સિંહણ સામે પડતું મૂકવું પડ્યું છે. આમ પણ દરેક પરણિત પુરુષ પોતાની ઘરવાડી સામે પડતું મૂકી જ દે છે.

આ વિડીઓ સોશિયલ મીડીયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકોને પણ આ વીડીઓ ખૂબ જ પસંદ આવી રહ્યો છે તેમજ આવા તો અનેક પ્રકારના સિંહોના વિડીયોવાયરલ થતાં હોય છે જે ખૂબ જ આશ્ચર્ય જનક હોય છે, આવા દ્રશ્યો જોવા માટે લોકો ખર્ચો કરે છે પરંતુ ગીરના આસપાસના ગામડાઑમાં તો સીંહ પરીવાર સાથે વિચરણ કરવા માટે નીકળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!