Gujarat

આખલા ની જીગર જોવો સિંહ ના ટોળા ને પણ ભાગવું પડ્યું…જુઓ વિડીઓ

આપણે સૌ કોઈ જાણીએ છે કે, સોશિયલ મીડિયામાં સિંહોના અનેક વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં જ એક વિડીયો વાયરલ થયો છે, આ વીડિયોમાં જોઈ શકો છો કે એકી સાથે સિંહોનું ટોળું જોવા મળ્યું છે. આવા દ્રશ્યો તો પૈસા દઈને પણ જોવા મળતા નથી.

આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો રાજ્યના અમરેલીમાં મહત્વના અહેવાલ સામે આવ્યા છે. અમરેલીમાં 5 સિંહનું ટોળું આવી ચડ્યું હતું. આ સિંહોના ટોળાએ શિકાર કરવા આખલાને નિશાન બનાવી ઘેરાવ કર્યો હતો. પ રાજુલાના કોવાયા ગામનો આખલો બહાદુર સાબિત થયો છે.

સામાન્ય રીતે સિંહ ગમે તે પશુનો શિકાર કરી મિજબાની માણે છે.
ત્યારે 5 સિંહના ટોળું હોવા છતાં 1 આખલાનો શિકાર ન કરી શક્યા હોવાનો વિડિયો વાયરલ થયો છે. આખલા પાસે પહોંચ્યા બાદ 2 સિંહ ભાગી છૂટ્યા હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.

ખરેખર આ જોઈને એ સાબિત થઈ ગયું છે કે, સિંહો સામે ગીરના આખલા પણ ચડિયાતા હોય છે. આવા તો અનેક બનાવો બન્યા છે, જેમાં સિંહને કુતરા અને ગાયથી પણ ભાગવું પડ્યું હોય. આવા દ્રશ્યો સામે આવે ત્યારે ચારણ કન્યા પણ યાદ આવી જાય જેને ડાલા મથ્થાને ભગાડ્યો હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!