તમારા જીવન મા આવી કંકોત્રી પેહલા ક્યારે પણ નહી જોઈ હોય ! વિડીઓ જોઈ હોશ ઉડી જશે..જુઓ વિડીઓ
સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની કંકોત્રી વાયરલ થાય છે, જેમાં ખાસ કરીને આજના સમયમાં સંદેશ લખાવવાનો ટ્રેન્ડ બહુ ચાલી રહ્યો છે પરંતુ હાલમાં જ એક એવી કંકોત્રી વાયરલ થઈ છે, જેને જોઈને કોઈ પણ વ્યક્તિ ખુશ થઈ જાય. આવી કંકોત્રી તો મુકેશ અંબાણી પણ ન આપી શકે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ કંકોત્રીમાં ખાસ શું છે.
આજના સમયમાં લોકો કંકોત્રી પર વધારે પૈસા ખર્ચે છે. લગ્નના કાર્ડમાં નવી નવી યુનિક વસ્તુઓ રાખે કે કંકોત્રી જોઈને જ લોકો લગ્નમાં આવવા માટે આતુર થઇ જાય કે જો કંકોત્રી આવી છે તો આ લગ્ન કેટલા ભવ્ય અને જાજરમાન હશે તેનો અંદાજ આવી જાય છે. તમે લગ્નના કાર્ડ સાથે ડ્રાય ફ્રૂટ્સ અથવા કેટલીકકિંમતી ગિફ્ટ જોઇ હશે, પણ શું તમે ક્યારે એવું કાર્ડ જોયું છે જેની સાથે તમને એક લિકરની બોટલ પણ સાથે મળે.
સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો છે. તમે જોઈ શકો છો કે, જ્યારે એક વ્યક્તિ ના ઘરે લગ્નનું કાર્ડ આવ્યું તો તેને કાર્ડ ખોલવા માટે તેના મોબાઈલના કેમેરાને પણ સાથે ઑન કરી લીધો અને પછી જેવુ જ કાર્ડ ખોલવાનું શરૂ કરે છે. મહેમાન સહિત હવે લોકોને વિચાર આવી રહ્યો છે કે વેન્ડિંગ કાર્ડની અંદર શું છે?
જ્યારે આ વ્યક્તિ કાર્ડ ખોલવાનું શરૂ કરે છે જેમાં પહેલા ત્રણ લીફ જોવા મળ્યા, જેમાં વર-કન્યાના નામ, લગ્ન સ્થળ અને સંબંધીઓન નામ વગેરે લખેલું છે. જો કે, હજુ પણ એક ટ્વિસ્ટ બાકી છે. વ્યક્તિ કાર્ડના અંદર રાખેલા ત્રણ લીફને હટાવ્યા તો નજારો કઈક અલગ જ જોવા મળ્યો. લગ્ન કાર્ડના અંદર દારૂની એક નાની બોટલ રાખેલી હતી અને સાથે ડ્રાય ફ્રૂટ્સ પણ રાખવામાં આવ્યું હતું.
હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયોને ઇન્સ્ટા એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 23 હજારથી વધારે લોકોને લાઇક કર્યો છે, જ્યારે ઘણા બધા લોકોએ પોતાનો અભિપ્રાય પણ આપ્યો છે. ખરેખર આવું કાર્ડ આપનાર દારૂના કેવા શોખીન હશે એ વિચાર આવી જાય! આ કાર્ડ જોઈને ઘણા યુવાનો ખુશ થઈ ગયા છે.