Gujarat

100 લક્ષરીયસ કાર ના કાફલા સાથે ગુજરાતી જાન લઈ ને પહોંચ્યા ! પરંતુ વરરાજા બળદ ગાડા મા…જુઓ વિડીઓ

સુરત શહેર હંમેશા ચર્ચાઓમાં રહે છે, ત્યારે આજ રોજ સુરતમાં એવી જાજરમાન અને ભવ્ય જાન નીકળી છે. આવી જાન તો કયારેય પણ ગુજરાતના રસ્તાઓ પર નીકળી નહિ હોય. અંબાણી પરિવાર પણ આવી જાન લઈને મુંબઈના રસ્તાઓ પર નીકળ્યા નહિ હોય  એવી જાન હતી, જેમાં સૌથી ખાસ વાત એ હતી કે આ કારમાં એક નહિ પણ 100થી વધારે લકઝરીયસ કાર હતી.

ચાલો આ અનોખી જાન વિશે અમે આપને જણાવીએ. વાત જાણે એમ છે કે, સુરતમાં ગુરુવારે અનોખો વરઘોડો નીકળ્યો હતો. વરરાજાએ વટ પાડી દીધો હતો. 100 લક્ઝુરિયસ ગાડી સાથે જાન લઈને મંડપ પહોંચ્યો હતો, પણ ખુદ બળદ ગાડામાં બેસીને આવ્યો હતો.

વરરાજા પ્રતીકના પિતા ભરતભાઇ વઘાસિયા ભાજપના પૂર્વ કોર્પોરેટર હતા. હાલમાં પીતા-પુત્ર રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે. ખૂબ જ ધનવાન હોવાના કારણે લગ્નને ખાસ બનાવ્યા હતા. વરઘોડામાં જુદી-જુદી કંપનીની સિમ્બોલવાળી 100 જેટલી ગાડી હતી, પરંતુ મૂળ સૌરાષ્ટ્રની પરંપરાને ધ્યાને રાખતા પ્રતીકે ખુદ બળદ ગાડામાં બેસવાનું પસંદ કર્યું હતું જેથી આપણી જૂની પરંપરા સચવાય રહે.

આ અનોખો વરઘોડો સાંજે 5 વાગ્યે વરઘોડો રિવર પેલેસથી નીકળી ઉત્રાણ સ્થિત પાર્ટીપ્લોટ પહોંચ્યો હતો. આ દરમિયાન 2 કિલોમીટરનું અંતર કાપી લગ્નપ્રસંગે પહોંચેલા આ વરઘોડામાં 100 જેટલી લક્ઝુરિયસ કારનો કાફલો જોવા ′ હતો. તેમાં ફેરારીથી માંડીને બીએમડબલ્યુ, જેગુઆર જેવી મોંઘીદાટ કારનો સમાવેશ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!