વધુ એક યુવાન ગેમ રમતા રમતા મોત ને ભેટી ગયો ! હાર્ટ એટેક આવ્યો અને…..જુઓ વિડીઓ
વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો હાલ હાર્ટઅટેકની ઘટનાઓ ખુબ વધી રહી છે, પેહલા એક સમય હતો કે જયારે હાર્ટઅટેક ફક્ત ઘરડા લોકોને આવતો હતો પરંતુ હવે તો યુવાન તથા જુવાનજોત ઉંમરના લોકોને પણ આવી તકલીફ પડી રહી છે, ખરેખર આ એક ચિંતાનો વિષય છે. એવામાં એક આવો જ બનાવસામે આવ્યો છે જેમાં એક યુવક બેડમિન્ટન રમતા રમતા જ તે અચનાક બેડમિન્ટનની કોર્ટ પર સુય ગયો અને તેના મૌત આંબી ગયું.
આ ચોંકાવી દેતી ઘટના હૈદરાબાદના સકિંદરાબાદ માંથી સામે આવી છે જ્યા શ્યામ નામનો યુવક ઓફિસેથી છૂટયા બાદ રોજ બેડમિન્ટન રમવા માટે જતો હતો એવામાં અચાનક જ મંગળવારના દિવસે એટલે કે ગઈકાલે તે બેડમિન્ટન રમતા રમતા જ હાર્ટઅટેક આવ્યો હતો જેના લીધે તે કોર્ટ પર જ ઢળી પડ્યો હતો, ત્યાં ઉપસ્થિત લોકોને કાંઈ પણ ખબર પડે તેની પેહલા તો શ્યામનો જીવ શરીર છોડી ચુક્યો હતો.
38 વર્ષીય શ્યામ યાદવને ગઈકાલના રોજ 7:30 કલાકે હાર્ટઅટેક આવ્યો હતો જે બાદ તે બેભાન થઇ ચુક્યો અને ત્યાં ઉપસ્થિત સાથીદારોએ તરત જ તેને હોસ્પિટલ સારવાર માટે ખસેડી દેવામાં આવ્યો હતો જ્યા ટૂંકી સારવારમાં જ શ્યામનું મૃત્યુ તથા પરિવારજનો પર દુઃખનું આભ ફાટી પડ્યું હતું. શ્યામ સાથે તેના જે મિત્રો બેડમિન્ટન રમી રહ્યા હતા તે તમામ લોકો પણ આ ઘટનાથી ચોંકી જ ગયા હતા.
મૃતક શ્યામના સાથીદારોનું જણાવું છે કે શ્યામ એકદમ ફિટ તથા તંદુરસ્ત હતો તેમ છતાં તેને આ કારણે મૃત્યુ થયું તે ખુબ નવાઈની વાત છે. મિત્રો આવી ઘટનાઓ તો ગુજરાત રાજ્યમાં પણ બની રહી છે, ભાવનગર શહેરની એ ઘટના તો તમને યાદ જ હશે જેમાં એક માલધારી દીકરીના લગ્ન હતા માંડવે જાન પોહચી ગઈ પરંતુ અચાનક જ દીકરીને હાર્ટઅટેક આવતા તે મૌતને ભેટી ગઈ હતી, આ ઘટનાને લઈને તમામ લોકોએ દીકરીને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.