Gujarat

જામીન મળ્યા બાદ દેવાયત ખવડ કીંજલ દવે ના ઘરે મળવા પહોચ્યા??? જુઓ ખાસ તસવીરો

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ડાયરના લોકપ્રિય કલાકાર દેવાયત ખવડને આખરે શરતી જામીન મળી ગયા છે. જામીન મળ્યા બાદ દેવાયત ખવડ કિંજલ દવેના ઘરે મળવા ગયા હતા અને હાલમાં આ તસવીરો વાયરલ થઇ રહી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે જેલમાં ગયા પછી દેવાયત ખવડે વારંવાર કોર્ટને જામીનની અરજી કરી હતી પરંતુ કોર્ટ દ્વારા તેની તમામ અરજીને નામનુંજર કરવામાં આવી હતી


જામીન અરજી નામંજૂર તથા દેવાયત ખવડને તહેવારોના દિવસો પણ જેલમાં વિતાવતા પડયા હતા પરંતુ હવે દેવાયત ખવડને હવે મોટી રાહત મળી છે, 72 દિવસના કપરો જેલવાસ કાપ્યા બાદ લોકસાહિત્યકારને હવે રાહત મળી છે. હાઇકોર્ટ દ્વારા દેવાયત ખવડની જામીન મંજુર કરી દેવામાં આવી છે પરંતુ તેના માટે પણ એક શરત રાખવામાં આવેલી છે. દેવાયત ખવડ છ માસ સુધી રાજકોટ શહેરમાં નહીં પ્રવેશી શકે તેવી શરતના આધારે હાઇકોર્ટે દેવાયતની જામીન મંજુર કરી છે.

 

દેવાયતને જામીમ મળી જતા તેમના પરિવારજનો અને ચાહકગણમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને સૌથી ખાસ વાત એ છે કે, દેવાયત ખવડે જેલમાંથી છૂટીને જ માતાજીના મઢે પગપાળા દર્શન કરવા ગયા હતા.

જામીન મળ્યા બાદ દેવયાત ખવડે આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે, સર્વે વડીલો, સ્નેહીજનો,મિત્રો અને ચાહક મિત્રોએ મારા માટે સમય ફાળવ્યો અને સતત ખબરઅંતર લેતા રહ્યા અને પ્રાર્થનાઓ કરી એ બદલ સર્વેનો અંતઃ કરણ પૂર્વક ખૂબ ખૂબ આભાર માતાજી સર્વે ને . સુખ અને શાંતિ અર્પે એવી પ્રાર્થના.


ટૂંક સમયમાં દેવાયત ખવડ પોતાના બુક કરેલ સ્ટેજ પ્રોગામમાં હાજરી આપીને ફરીથી પોતાનું જીવન જીવવાનું શરૂ કર્યું છે, હાલમાં જ દેવાયત ખવડ કિંજલ દવેના ઘરે પહોંચ્યા હતા. કિંજલ દવેના પિતાએ આ મુલાકાતની તસવીરો શેર કરતા લખ્યું હતું કે, माँ भगवती चेहर आप ओर आपके परिवार की रक्षा करे सभी मनोकामना पुरी करे दिलसे प्रार्थना ओर आशीर्वाद जय चेहर सरकार जेसंगपुरा

આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે, દેવાયત ખવડે કિંજલ દવેના ઘરે તેમના પિતા લલિત દવે સાથે તેમના ઘરના મંદિરમાં ચહેરમાંના દર્શન કર્યા હતા તેમજ ત્યારબાદ કિંજલ દવેના પરિવારજનો સાથે હળવાશની પળો માણી હતી. આતસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!