Viral video

આ કાકા ની સ્ટાઈલ પર રજનીકાંત પણ ફેઈલ ! એવી રીતે સીગારેટ જગવી કે…..જુઓ વિડીઓ

આપણે જાણીએ છે કે, દરેક વ્યક્તિમાં એવી આવડત અને કલા છુપાયેલ હોય છે કે જેની આપણે કલ્પના ન કરી શકીએ. હાલમાં જ એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને સૌ કોઈ ચોકી ગયા છે.આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @HasnaZarooriHai નામના આઈડી સાથે શેર કરવામાં આવ્યો છે.

આખી દુનિયા રજનીકાંતની સ્ટાઈલની દીવાની છે સિગારેટને હવામાં ઉછાળવાની સ્ટાઈલ હોય કે પછી ગમછાને ઉઠાવીને ખભા પર રાખવાની સ્ટાઈલ હોય, રજનીકાંત સિવાય બીજું કોઈ કરી શકે તેમ નથી. હાલમાં જ રજનીકાંતને ટક્કર આપે એક એવો વિડીયો વાયરલ થયો છે, કારણ કે આ કાકા ની સ્ટાઈલ પર રજનીકાંત પણ ફેઈલ ! એવી રીતે સીગારેટ જલાવી કે લોકો જોઈને ચોકી ગયા.

લોકો કહેવા લાગ્યા કે ‘ભારતને બદલવાની આ ટેકનિક રજનીકાંત પણ નથી જાણતા’, જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે, ‘આવી ટેક્નોલોજી દેશની બહાર ન જવી જોઈએ.આ કાકાનો ફની વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો કાકાને રજનીકાંતના મોટા ફેન કહી રહ્યા છે.

પહેલા જોતા એવું લાગે કે કાકા માચિસ વગર સિગારેટ સળગાવે છે, હકીકતમાં કાકાના એક હાથમાં સિગારેટ અને બીજા હાથમાં માચીસની પેટી ધરાવે છે. જે રીતે માચીસને આગ પર ઘસીને તેને સળગાવવામાં આવે છે, તે જ રીતે કાકાએ માચીસ પર ઘસીને સિગારેટ સળગાવી અને સિગારેટનો આનંદ લેવા લાગ્યા.

તમે પણ વિચાર્યું હશે કે કાકાએ સિગારેટથી જ આગ બનાવી, પણ એવું નથી. વાસ્તવમાં કાકાએ માચીસની સ્ટિક સિગારેટની પાછળ છુપાવી દીધી હતી અને સિગારેટ સળગતાની સાથે જ તેણે માચીસને ઝડપથી નીચે ફેંકી દીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!