Gujarat

કિર્તીદાન પર વરસ્યો રૂપિયાનો વરસાદ! જોતા-જોતામાં સ્ટેજ રૂપિયાની ચાદરથી ઢાંકાય ગયું. જુઓ ક્યાંનો છે આ વિડીયો….

હાલમાં ચારો તરફ કીર્તિદાન ગઢવીની ચર્ચાઓમાં થઈ રહી છે, કારણ કે કીર્તિદાન ગઢવીના ડાયરાની નોંધ ANI લીધી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો ગુજરાતના વલસાડનો છે, જેમાં એક ભજન કાર્યક્રમ દરમિયાન કીર્તિદાન ગઢવી પર નોટોનો વરસાદ થયો હતો.

તમને જણાવી દઈએ કે, આ કાર્યક્રમ શનિવાર રાતે 11 તારીખે વલસાડના અગ્નિવીર ગૌ સેવા દળ દ્વારા આયોજીત કરવામાં આવ્યો હતો. જેમ જેમ ડાયરો જામતો ગયો તેમ તેમ નોટોનો વરસાદ થવા લાગ્યો. આ વીડિયો એએનઆઈ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો છે. સ્ટેજ પર 10,20,50 અને 100 રૂપિયાની નોટની ચાદર પથરાયે છે..

લોકો એટલા પૈસા ઉડાવે છે કે, ધીમે ધીમે આખું સ્ટેજ નોટોથી ઢંકાય જાય છે. સંગીત સંધ્યા દરમિયાન ધનનો ઢગલો થવાનો આ કોઈ પહેલી વાર નથી બન્યું. ખાસ કરીને ગુજરાતમાં આવા ડાયરા થતાં રહેશે અને તેમાં ચલણી નોટોનો વરસાદ થતા રહે છે. કાર્યક્રમ સમાપ્ત થયા બાદ આ નોટો એકઠી સામાજિક કલ્યાણ માટે તેનો ઉપયોગ થાય છે.

કીર્તિદાન ગઢવીએ જણાવ્યું કે, આ કાર્યક્રમ ગાયોની સેવા માટે રૂપિયા એકઠા માટે આયોજીત કર્યો હતો, જે અસ્વસ્થ છે અને ચાલી શકતી નથી. આ બધા પૈસા દાનમાં જાય છે. આ પહેલી વાર નથી, જ્યારે ડાયરામાં આવી રીતે લાખો રૂપિયાનો વરસાદ થયો હોય. ડિસેમ્બર 2022માં નવસારીના એક ગામમાં પણ ગઢવી પર લાખો રૂપિયાનો વરસાદ થયો હતો. આવા જ પ્રકારના વીડિયો 2017 અને 2018માં પણ સામે આવી ચુક્યા છે.

આપણે જાણીએ છે કે, કીર્તીદાન ગઢવીએ હાલમાં જ આલીશાન મકાન પણ ખરીદ્યું છે. ખરેખર કીર્તિદાન દિવસે ને દિવસે લોકપ્રિય બની રહ્યા છે અને સફળતાના શિખરો સર કરી રહ્યા છે, હાલમાં ચારો તરફ માત્ર તેમની જ નામના બોલાઈ રહી છે. તમને એ વાત પણ જણાવી દઈએ કે, આ જે પણ પૈસા કીર્તિદાન ગઢવી પર ઊડે છે તે તમામ પૈસા ગૌ માતાની સેવા માટે વપરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!