હરિ પ્રકાશ સ્વામીની ખજૂરભાઈના ઘરે પધરામણી ! સ્વામીએ 5 કરોડના ખર્ચે તૈયાર થના વ્રુદ્ધાશ્રમની ભુમી મા પાવન પગલા પાડ્યા .જુઓ તસવીરો.
જીવન જીવવું જે માણસ જાણી જાય તો માણસ ક્યારેય દુઃખી થતો જ નથી. આજના સમયમાં ઘણા એવા વ્યક્તિ હોય છે જે પોતાનું જીવન બીજાના માટે જીવતા હોય છે.તેમના જીવન નો હેતુ માત્ર લોકસેવા હોય છે. આવા જ એક વ્યક્તિ એટલે ખજુર ભાઈ જેનું સાચું નામ નીતિન જાની છે. ખજુર ભાઈ પોતાની કમાણી માંથી 90 % કમાણી લોકોની સેવા માટે વાપરી રહ્યા છે. આ શુભ કાર્યમાં આશીર્વાદ આપવા સ્વામીએ ખજૂરભાઈના ઘરે પધરામણી કરી.
આપણે જાણીએ છે કે3 ખજૂરભાઈએ વાવાઝોડા દમમિયાન અનેક લોકોના ઘર બનાવ્યા છે અને દરેક લોકોના સપના ને પરિપૂર્ણ કરીને લોકોની ખુશીઓનું કારણ બન્યા છે , ત્યારે હાલમાં જ એક તેમને મહત્વની જાહેરાત કરી હતી અને એ વાત ને તેમને સાકાર કરી બતાવી છે. હાલમાં જ જેતપુર ધામમાં યોજાયેલ ઉત્સવમાં ખજુર ભાઈ કહ્યું હતું કે એમને દરેક ગામમાં પાકા ઘર બનાવી દેવા છે તેમજ નિરાધાર વૃદ્ધ લોકો માટે વૃદ્ધાઆશ્રમ બનાવો છે. આ વાત નું તેમને જ બીજ રોપ્યું છે.
ખજૂરભાઈએ વર્ષ 2021માં વૃદ્ધો અને ગાયોની સેવા કરવા માટે સુરત જિલ્લાના મહુવા તાલુકાના રાણત ગામે જાનીદાદા ગૌશાળા અને જાનીદાદા વૃદ્ધાશ્રમનું ભૂમિપૂજન કર્યું હતું. તેમના પિતાજી પ્રતાયરાય અંબાશંકર જાનીની યાદમાં બનાવેલા જાનીદાદા ફાઉન્ડેશનના નેજા હેઠળ આશરે 5 કરોડના ખર્ચે 3 વીઘા જમીન પર ગૌશાળા અને વૃદ્ધાશ્રમ નિર્માણ કરાવમાં આવશે.
આ આલીશાન અને અતિ ભવ્ય નિર્માણ પામી રહેલા વૃદ્ધાશ્રમમાં 60 જેટલા રૂમ હશે, જ્યાં 500 જેટલા વૃદ્ધો રહી શકશે. અહીં વૃદ્ધો માટે મંદિર, યજ્ઞ શાળા, વોકિંગ ટ્રેક સહિતની સુવિધા ઉપલબ્ઘ કરાવાશે. તો ગૌશાળામાં 100 જેટલી ગાયો રાખવામાં આવશે.
ખરેખર ખજુર ભાઈ જે કાર્ય કરી રહ્યા છે તે ખૂબ જ સરહાનીય છે અને તેમના આ કાર્યથકી અનેક લોકોનું જીવન અમૂલ્ય બન્યું છે. હવે આ નવી પહેલ થકી અનેક વૃદ્ધ લોકોને પોતાનું ઘર મળશે જેઓ નિરાધાર અને દુખિયા છે.
હાલમાં જ આ વૃદ્ધાઆશ્રમની કામગીરી ચાલુ છે, ત્યારે હાલમાં જ તેમની આ પાવનકારી ભૂમિમાં સાળંગપૂર ધામના પુજ્ય શ્રી હરીપ્રકાશદાસ સ્વામી, શ્રી કોઠારી સ્વામી, અને નવસારી જીલ્લા ના SP વાઘેલા સાહેબ ખજૂરભાઈના ઘરે પધાર્યા હતા તેમજ તેમણે વ્રુદ્ધાશ્રમ ની ભુમી મા પાવન પગલા પાડ્યા,આ આ યાદગારપળોની દરેક તસવીરોમાં તેમણે સોશિયલ મીડીયામાં શેર કરી છે.