સૌ પ્રથમ વાર ડાયરા મા કિર્તીદાન ગઢવી પર થયો સોના ચાંદી ના સીક્કા નો વરસાદ! વિડીઓ જોઈ આંખો ખુલી રહી જશે…જુઓ વિડીઓ
આપણે જાણીએ છે કે ગુજરાતી લોક ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ એક એવી ઘટના બની છે કે કીર્તિદાન ગઢવીના જીવનમાં પણ આ પહેલીવાર બન્યું છે. વાત જાણે એમ છે કે પાલનપુરમાં જલારામ મંદિરના પ્રાણ પતિષ્ઠા મહોત્સવમાં લોકગાયક કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાયો હતો.આ મહોત્સવ કીર્તિદાન ગઢવીના જીવનનો સૌથી યાદગાર અને ભવ્ય ડાયરો છે.
તમને જાણીને નવાઈ લાગશે કે સ્ટેજ પર કીર્તિદાન ગઢવી પર રૂ.1 કરોડનો વરસાદ થયો હતો. કીર્તિદાન ગઢવી પર પૈસા ઉડ્યા હોય એવું આ પહેલીવાર નથી કારણ કે અનેક વાર કીર્તિદાન ગઢવી પર રૂપિયા અને ડોલરનો વરસાદ થયો છે પણ પાલનપુરમાં એક વ્યક્તિએ કીર્તિદાન ગઢવી પર ચાંદીના અને સોનાના સિક્કાનો વરસાદ થયો હતો.
જ્યારે વ્યક્તિએ બેગમાંથી કાઢીને કીર્તિદાન ગઢવી પર સિક્કાનો વરસાદ શરૂ કર્યો હતો આ જોઈને તો ખુદ કીર્તિદાન ગઢવી પણ ચોંકી ઉઠ્યા હતા. કીર્તિદાન ગઢવી સ્ટેજ પરથી જ બોલ્યા હતા કે જુઓ આ ભાઈ દ્વારા સોના અને ચાંદીના સિક્કા વરસાવામાં આવી રહ્યા છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ લોકડાયરામાં કીર્તિદાન ગઢવી, હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદી, સાહિત્યકાર બ્રિજરાજદાન ગઢવી, લોકગાયિકા ઉર્વશી રાદડિયા અને સાહિત્યકાર ચતુરદાન ગઢવીએ જમાવટ કરી હતી.જલારામ માનવ સેવા ટ્રસ્ટ તથા સમસ્ત રઘુવંશી પરિવાર તરફથી લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રૂ.10, 20, 50, 100 સહિતની નોટોનો વરસાદ થયો હતો. આમ 1 કરોડ રૂપિયા લોકડાયરામાં ઉડ્યા હતા તેમજ ઈતિહાસમાં પહેલીવાર હશે જ્યારે લોકડાયરામાં કોઈએ આ રીતે સોના-ચાંદીના સિક્કાનો વરસાદ કર્યો છે.