આવો ડાયરો પહેલા ક્યારેય નહી જોયો હોય ! કિર્તીદાન ગઢવી પર નોટુ સાથે રોટલા રોટલી ના થકકા થઈ ગયા…જુઓ વિડીઓ
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતમાં કિર્તીદાન ગઢવીના અનેક ડાયરાઓ યોજાયા છે પરંતું હાલમાં જ એક અનોખો ડાયરો યોજાયો. વાત જાણે એમ છે કે હાલમાં જ યોજાયેલ ડાયરામાં કિર્તીદાન ગઢવી પર રૂપિયા તો ઉડાવ્યા જ હતા પરંતુ સાથો સાથ રોટલી અને રોટલાઓ પણ લોકો લઇને આવ્યા હતા. અનોખો ડાયરો પાટણ શહેરના રોટલીયા હનુમાન દાદાના પ્રથમ પાટોત્સવ નિમિતે યોજાયેલ હતો.
આ શુભ પ્રસંગે ભવ્ય ડાયરામાં કલાકાર કીર્તિદાન ગઢવીએ હાજરી આપી હતી અને આ ડાયરામાં જાહેર જનતાને પ્રવેશ માટે કોઈ ટિકિટ નથી પણ જે ડાયરો જોવા માટે લોકો ઘરે થી રોટલો રોટલી લાઈને આવ્યા હતા. તમે આવું પહેલીવાર સાંભળ્યું હશે કે લોકોએ ડાયરામાં રોટલા અને રોટલી લઈને આવ્યા હોય. જ્યારે કિર્તીદાન ગઢવીએ સ્ટેજ પર બેસીને ભજન અને લોકગીતોની રમઝટ બોલાવેલ ત્યારે સ્ટેજ રૂપિયાની સાથો સાથ રોટલાથી ઢાંકાઈ ગયું હતું.
તમે વિચારતા હશો કે આખરે આ ડાયરામાં આવું શા માટે કરવામાં આવ્યું તો તમને જણાવી દઈએ કે પાટણ હાંસાપુરમાં આવેલુ રોટલીયા હનુમાન મંદિર સમગ્ર વિશ્વમાં એકમાત્ર એવું હનુમાન દાદાના મંદિરે છે કે જ્યાં માત્ર રોટલા તેમજ રોટલીનો પ્રસાદ ચડે છે. જેથી ડાયરામાં પ્રવેશનાર દરેક વ્યક્તિ પાસેથી રોટલા અને રોટલીઓ લેવામાં આવૈ હતી.
કીર્તિદાન ગઢવી ડાયરામાં લોકગીતોની રમઝટ બોલાવી હતી.ત્યારે ડાયરો સાંભળવા માટે આવેલ ભક્તોએ ચલણી નોટોનો વરસાદ કર્યો હતો.આ ડાયરામાં કમા સહિતના લોકો મોટી સંખ્યામાં ડાયરો સાંભળવા માટે મોટી સંખ્યા માં લોકો ઉમટ્યા હતા . ડાયરા માં આવેલ રોટલા રોટલી સ્ટેજ પર મુકવામાં આવ્યા હતા. ત્યારે રોટલા અને રોટલીઓ વચ્ચે કિર્તીદાન ગઢવી ઢકાય ગયા હતા.
લોક ડાયરા માં 50 હજાર થી વધુ રોટલા રોટલી લોકો લઈને આવ્યા હતા અને તમને જણાવી દઈએ કે આ તમામ રોટલા રોટલીઓ અબોલ પશુઓ અને શ્વાનને ખવરાવવામાં આવશે. સૌથી ખાસ વાત એ છે કે આ શુભ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતને રોટલાઓ સાથે તોલ્યા હતા. જ્યારે પશુ માટે કરવામાં આવેલ આ દાયરામાં લોકોએ મન મૂકી પૈસા ઉડાવ્યા હતા. ડાયરામાં 9.96 લાખ ની નોટો પણ અબોલ પશુઓને માટે એકત્રિત થયા છે.
View this post on Instagram