Gujarat

જુનાગઢ મા સસરા એ પુત્રવધુ ની હત્યા કરી નાખી ! કારણ જાણી ને આંખો ખુલ્લી રહી જશે..જાણો વિગતે

ગુજરાતમાં હત્યાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે હાલમાં જ જૂનાગઢના(Junagadh)ભેસાણ તાલુકાના ચણાક ગામનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યુ છે કે, સસરા એ પુત્રવધુ ની હત્યા કરી નાખી ! હત્યા કરવા પાછળનું કારણ જાણી ને આંખો ખુલ્લી રહી જશે.

આ બનાવ અંગે વધુ વિગતવાર જાણીએ કે આખરે કયા કારણોસર સસરાએ પોતાની પુત્રવધુની હત્યા નિપજાવી દીધી.આ બનાવમાં જાણવા મળ્યું હતું કે, મૃતક રસિલાબેનના પુત્રએ જ્યારે તેમને ફોન કર્યો તો રસિલાબેને ફોન ન ઉઠાવ્યો અને આ કારણે તેમને આ વાતની જાણ તેમના મામાને કરી.

મૃતક રસીલાબેન ભાઈ ઘરે પહોંચ્યા પણ દરવાજો ન ખોલતા આ વાત અંગે ભેસાણ પોલીસને (Police)જાણ કરતા પોલીસે આવીને દરવાજો તોડતા રૂમમાં રસીલાબેન મૃત(Death)હાલતમાં મળી આવ્યા હતા. ચૂંદડીનો અડધો ટુકડો રસીલાબેનના ગળામાં અને અડધો ટુકડો પંખામાં બાંધેલો હતો.

પંખો પણ જમીન પર જોવા મળ્યો હતો અને તેમના કાન અને નાકમાંથી લોહી વહેતુ થઈ ગયું હતું. આ કારણે તાત્કાલિક જ મૃતદેહને પોસ્ટમોર્ટમ (postmortem)માટે જામનગર મોકલવામાં આવ્યો હતો. પીએમ રિપોર્ટમાં રસીલાબેનનું મોત માથાના ભાગે ઈજા અને ગળું દબાવવાને કારણે થયું હોય તેવું કારણ સામે આવ્યું હતું.

આ બનાવ અંગે જાણવા મળ્યું કે મૃતક રસિલાબેને પતિનું 5 વર્ષ પહેલા જ મુત્યુ થયું હતું.આ કારણે રસિલાબેન સસરાથી અલગ રહેતાં અને ખેતમજૂરી કરતા હતા અને આ વાત સસરા શંભુભાઈને ગમતી નહોતી અને રસિલાબેનના ચારિત્ર્ય પર શંકા કરતા હતા.

જેથી શભૂભાઈએ બોથડ પદાર્થનો ફટકો મારી ગળેટૂંપો આપી રસિલાબેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. રસિલાબેન બે દીકરા છે, જેમાં એક સુરત (Surat) રહે છે, જ્યારે બીજો દીકરો સાસુ-સસરા સાથે રહેતો હતો. માત્ર એક શંકાના કારણે પરિવાર વેર વિખેર થઈ ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!