ગુજરાતી તો ગુજરાતી હો બાકી!! આપદાને પણ જલસામા બદલી નાંખે, રસ્તામાં ભરાય ગયું કેડ સમુ પાણી તો આ કાકા બનાવટી હોડી લઈને નીકળી પડ્યા…
હાલમાં ગુજરાતમાં (Gujarat)ચારો તરફ વરસાદનો માહોલ છે, ત્યારે એવામાં અનેક ગામ અને શહેરોમાં પાણી ભરાઈ ગયા છે અને રસ્તાઓ અને શેરીઓ જાણે નદી બની ગઈ હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છ (saurashtra and kutch)તરફ પણ અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે. આવા સમયમાં અનેક જગ્યાએએ પુર જેવી પરિસ્થિતિ સર્જાય છે.
આપણે ગુજરાતીઓ ખૂબ જ અલબેલા અને મોજીલા (Mojila Gujarati) રહ્યા. જ્યારે કોરોના જેવી આફત આવી હતી ત્યારે પણ આફ્તને લોકોએ અવસરમાં બદલી હતી એ વાતથી આપણે સૌ કોઈ વાકેફ છીએ કે, તાળીથી થાળી વગાડવાથી લઈને દીવાને દિવાળી બનાવવાની તક આપણે મૂકી ન હતી.
હાલમાં એક તરફ મેઘરાજા (Monsoon)તાબળતોળ વરસી રહ્યા છે, એવામાં અનેક શહેરો અને ગામોમાં પાણી ભરાઈ ચુક્યા છે, જેના કારણે અનેક ઘરોમાં પાણી ભરાઈ જવાથી ખૂબ જ કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે હાલમાં એક રમુજી વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં તમે જોઈ શકશો કે એક વ્યક્તિ રસ્તા પર ભરાયેલા પાણીમાં થર્મોકલ સીટને હોળી (Boat) બનાવીને મોજ માણી રહ્યો છે, આને કહેવાય ગુજરાતીઓ અને એ પણ કચ્છી જે આફતને અવસરમાં બદલી નાંખે છે. આ વાયરલ વીડિયોમાં દરેક વ્યક્તિએ પોતાની પ્રતિક્રિયાઓ રમૂજી અંદાજમાં આપી રહ્યા છે, કોઈ આ વ્યક્તિની ટીકા કરે છે તો કોઇ વ્યક્તિની મજાક ઉડાવી રહ્યા છે.