Viral video

પિતાની તસવીર હાથ મા લઈ દુલ્હન માંડવે પહોંચી ! વિડીઓ જોઈ આંખ મા આંસુ આવી જશે.. જુઓ વિડીઓ

લગ્ન એટલે જીવન નો એવો પ્રસંગ કે જે ઘણો ખાસ અને મહત્વ નો હોય છે. એમા પણ સગા સંબંધી ઓ સૌ કોઈ હાજર હોય છે પરંતુ જો નજીક ના વ્યક્તિ હાજર ના હોય તો મન મા દુખ થાય છે ત્યારે હાલ જ એક સોસીયલ મીડીઆ પર એક વિડીઓ વાયરલ થઇ રહ્યો છે જેમા એક દુલ્હન પોતાના હાથ મા પોતાની પિતાની તસવીર લઇ ને લગ્ન મંડપ તરફ જઈ રહી છે.

જો આ વિડીઓ અંગે વાત કરવા મા આવે તો આ વિડીઓ હાલ instagram પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીઓ મા દુલ્હન ખાસ તૈયાર થઇ ને લગ્ન મંડપ તરફ આગળ વધી લહી છે સાથે એક હાથ મા દાદાજી નો સાથ તો બીજા હાથ મા સ્વર્ગસ્થ પિતા ની તસવીર છે. દુલ્હન ના હાથ મા પિતા ની તસવીર જોઈ સૌ કોઈ ના આંખ મા આસુ આવી જાય છે અને દુલ્હન ની આંખ મા પણ ખુશી અને દુખ બન્ને ના આસું સાથે જોવા મળે છે.

આ વીડિયોમાં દેખાતી દુલ્હનનું નામ પ્રિયંકા ભાટી છે. તેણે 9 વર્ષની ઉંમરે તેના પિતાને કેન્સરની બીમારીથી ગુમાવ્યા. આ પછી દાદાએ તેની સંભાળ લીધી. પ્રિયંકાએ કહ્યું, ‘જ્યારે મારા પિતાનું નિધન થયું ત્યારે હું 9 વર્ષની હતી. પરંતુ તે વર્ષોમાં મેં તેને એક એવી વ્યક્તિ તરીકે જોયા કે જેણે તેની પુત્રી માટે બધું આપ્યું. મને કેરીઓ ખૂબ ગમતી અને ઉનાળાની શરૂઆત થતાં જ તે હંમેશા બોક્સ લઈને ઘરે આવતા હતો. પરંતુ તેમના છેલ્લા 2 વર્ષમાં જ્યારે તેમને કેન્સર હોવાનું નિદાન થયું, ત્યારે તેમણે તેમનો મોટાભાગનો સમય આરામ કરવામાં પસાર કર્યો. પરંતુ તેમ છતાં તે હંમેશા મારા વિશે પૂછતા હતા તેથી તે અમને છોડીને ગયા પછી પણ ખુબ યાદ આવતી રહી છે.

પ્રિયંકાએ વધુ મા કહ્યું કે ‘મારા પિતાના ગયા પછી મારા દાદાએ મારી સંભાળ લીધી અને મારો ઉછેર કર્યો. હું તેને ખૂબ જ કઠોર વ્યક્તિ તરીકે જાણતી હતી કારણ કે જેની આસપાસ બાળકો રમવાથી ડરતા હતા. પણ પિતાના ગયા પછી તે નરમ બની ગયા હતા તે ખાતરી કરતા હતા કે હું યોગ્ય રીતે અભ્યાસ કરું છું અને માને જે જોઈએ એ દરેક વસ્તુ આપતા હતા”

 

View this post on Instagram

 

A post shared by Priyanka Bhati (@priyankabhati169)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!