સુરેન્દ્રનગર ફરી એક વખત બન્યું લોહીયાળ!! 19 વર્ષીય ઠાકોર યુવકને ધારદાર હથિયાર વડે રહેંસી નાખ્યો, ઠાકોર સમાજમાં દુઃખ…
હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાંથી હજી થોડા દિવસ પેહલા એક હત્યાનો ખુબ ચોકાવનારો બનાવ સામે આવ્યો હતો જેમાં બે સગા ભાઈઓને જમીન બાબતે મૌતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતાં, આ ઘટનાએ સમગ્ર પંથકમાં ડરનો માહોલ પેદા કરી દીધો હતો એવામાં હાલ ફરી એક વખત સુરેન્દ્રનગર માંથી જ હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે જેના વિશે જાણીને તમારા પણ હોશ જ ઉડી જશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડાક દિવસોથી કાયદાને સામાન્ય ગણીને લોકો ક્રાઇમ કરી રહ્યા છે આથી જ આ જિલ્લાના ક્રાઇમ રેટમાં તો વધારો થયો જ છે પણ સાથો સાથ લોકોમાં ડરનો માહોલ પણ ફેલાય ચુક્યો છે, એવામાં જિલ્લાના વડગામની અંદર થી વધુ એક હત્યાની ચોકાવનારી ઘટના સામે એવી છે જેમાં 19 વર્ષીય યુવકને ધારદાર હથિયારના એટલા બધા ઘા ઝિકવામાં આવ્યા કે યુવક મૌતને પામી ગયો, આ ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી એવી હતી અને પુરી ઘટના તપાસ કરીને કાયદેસરની કાર્યવાહીની શરૂઆત કરી હતી.
રિપોર્ટ અનુસાર જાણવા મળેલ છે કે મૃતક યુવકનું નામ રાહુલ ઠાકોર છે જે જિલ્લાના પાટડી તાલુકાની અંદર વડગામમાં રહેતા લક્ષ્મણભાઈ ઠાકોરનો પુત્ર હતો. જાણવા મળ્યું છે કે મૃતક રાહુલ પર આરોપીઓએ તલવાર તથા ધારિયાના ઘા ઝીકીને હુમલો કર્યો હતો જે બાદ તેઓ તમામ ઘટના સ્થળેથી ફરાર થઇ ચુક્યા હતાં. ધારદાર હથિયાર થી ઘાયલ થયેલ રાહુલને તરત જ સારવાર અર્થે દસાડાની હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવ્યો હતો જ્યાં તેની વધુ સારવાર માટે વિરમગામ ખાતે લઇ જવામાં આવ્યો હતો એવામાં વિરમગામમાં હાજર તબીબોએ રાહુલને મૃત જાહેર કરતા ઠાકોર સમાજમાં દુઃખના વાદળો છવાય ગયા હતા.
હાલ આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસે ગુનો નોંધી લીધો છે અને હત્યા કરીને ફરાર થઇ ગયેલા તમામ આરોપીઓને શોધવા માટે તમામ ચક્રો ગતિમાન કર્યા છે, હત્યાની આવી ચોકાવનારી ઘટના સામે આવતા સમગ્ર પંથક માં ડર તો ફેલાય જ ગયો છે પરંતુ સાથો સાથ સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગયો છે કારણ કે ફક્ત થોડાક જ સમયની અંદર આ બીજી હત્યાની ઘટના સામે એવી છે.