India

શું છે સચિન-સીમા લવસ્ટોરી? પાકિસ્તાન છોડીને પોતાના સંતાનો સાથે ભારત આવતી રહી સીમા..પાકિસ્તાની જાસૂસ છે? પ્રેમ કહાની ગદ્દર ફિલ્મને પાછી પાડે એવી

હાલના સમયમાં આખા દેશમાં જો કોઈ વાત આગ પકડી રહી હોય તો તે છે સીમા હૈદર તથા સચિન મિણાની પ્રેમ કહાની, આ કહાની એકદમ ગદ્દર ફિલ્મની યાદ અપાવી રહી છે કારણ કે આ કહાનીમા સીમા પાકિસ્તાની યુવતી છે જયારે સચિન ભારતીય યુવક છે, ફિલ્મમાં તો સન્ની દેઓલ પોતાના પ્રેમને પામવા માટે પાકિસ્તાન ગયો હતો પરંતુ આ કિસ્સામાં તેનાથી ઊંધુ છે કારણ કે અહીં સીમા હૈદર પાકિસ્તાન છોડીને ભારત પોતાના પ્રેમી પાસે આવી પોહચી છે. સીમા ભારત આવતા પોલીસ તથા તમામ સુરક્ષા એજેન્સીઓ પણ તૈયાર થઇ ચુકી છે, એટલું જ નહીં હાલમાં જ સીમાને પાકિસ્તાની જાસૂસ હોવાનો આરોપ લગાવીને તેની ધરપકડ કરી લેવામાં એવી છે અને હાલ પૂછતાછ થઇ રહી છે.

તો આજના આ લેખના માધ્યમથી અમે આ બંનેની પ્રેમ કહાની વિશે જણાવાના છીએ, મિત્રો આ પ્રેમ કહાની ઓનલાઇન ગેમ પબજી દ્વારા શરૂ થઇ હતી જ્યાં સીમા અને સચિન રોજ એકબીજા સાથે ગેમ રમવા લાગ્યા હતા અને ધીરે ધીરે બંનેએ નંબર એક્સચેન્જ કરીને વાતો કરવા લાગ્યા હતા, એવામાં પાકિસ્તાની સીમા અને ગ્રેટર નોઈડામાં રહેતા સચિનને એકબીજા સાથે પ્રેમનો સબંધ બંધાતા સીમા હૈદર પોતાના ચાર સંતાનોને સાથે લઈને સચિન પાસે આવી ચુકી હતી જે બાદ સીમાના હિન્દૂ રિતિરિવાજો અનુસાર લગ્ન કરાવવામાં આવ્યા હતા.

એવામાં કેટલાય શકના ઘેરા વચ્ચે સચિનના ગ્રામજનોએ પોત પોતાનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે સીમાને ભારતીય નાગરિકતા મળી જવી જોઈએ કારણ કે તેણે હિન્દૂ રિતિરિવાજો અનુસાર લગ્ન કરી લીધા છે અને એટલું જ નહીં ગ્રામજનોએ એમ પણ જણાવ્યું હતું કે તે સીમા હૈદરને પોતાના ગામમાં રાખવાની પણ પરવાનગી આપે છે.

સીમા હૈદર ત્રણ દેશોની સરહદ પાર કરીને પોતાના પ્રેમી સચિન સુધી પોહચી હતી એવામાં જો બંનેની ઉંમર વિશે વાત કરવામાં આવે તો સચિનની ઉંમર 25 વર્ષ છે જયારે સીમાની ઉંમર 30 વર્ષ છે તેમ જ તેને ચાર ચાર સંતાનો પણ છે. પબજી રમતા રમતા સચિન અને હૈદરની મુલાકાત વર્ષ 2019 ના કોરોનાકાળમાં થઇ હતી. પબજી રમતા રમતા ચાર મહિના સુધી ગેમમાં જ સચિન અને સીમા બંને વાત કરતા હતા એવામાં ચાર માસ બાદ તેઓએ નંબર એક્સચેન્જ કર્યા અને તે બાદથી તેઓએ ઓડિયો અને વિડીયો કોલના માધ્યમથી વાતચીત શરૂ કરી હતી.

આવું થયા બાદ વર્ષ 2021 માં બંને ગદ્દર ફિલ્મથી ઘણા બધા પ્રેરિત હતા આથી જ બંનેએ એકબીજા સામે પોતાના પ્રેમનો ઈઝહાર કરી દીધો હતો એવામાં પોતાના પ્રેમીને પામવા માટે સીમા પોતાના ચાર સંતાનોને લઈને નેપાળના રસ્તે વગર કોઈ વિઝાએ નીકળી પડી હતી એવામાં સીમાને ઈલીગલ પ્રવાસી માનવામાં એવી હતી, એવામાં ઈલીગલ પ્રવાસીને ઘરમાં રાખવાના ગુનામાં સચિન તથા રેમના પિતાની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી, એક ઇન્ટરવ્યૂમાં તો સીમાએ મોટો ઘટસ્ફોટ કરતા જણાવ્યું હતું કે સચિન તેનો માર્ચ મહિનાથી જ પતિ બની ગયો હતો કારણ કે તેઓ બંનેએ નેપાળના કાંઠમાંડુમાં આવેલ પશુપતિનાથ મંદિરની અંદર લગ્નના બંધનમાં બંધાય ગયા હતા.

શું સીમા પાકિસ્તાની જાસૂસ છે? કે તે સાચ્ચે પોતાના પ્રેમી માટે જ અહીં એવી છે તે અંગેની તો કોઈ ખાસ હકીકત સામે આવી નથી પરંતુ હાલ સચિન તથા સીમાની રિમાન્ડ મંજુર કરવામાં આવી છે જેમાં સીમા તથા સચિનની ખુબ કડક રીતે પૂછતાછ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!