લગનને હજુ પાંચ માસ થયા ત્યાં જ પિતાને મળી ગયા દીકરીના મૃત્યના સમાચાર!! ભાઈ સાથે વાત કર્યાના એક કલાક બાદ ફોન આવ્યો કે “તમારી દીકરીનું મૃત્યુ…
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો અમદાવાદના અકસ્માતના પઢઘા હાલ આખા દેશમાં પડી રહ્યા છે, 9 જણાને એક સાથે કચડનાર તો હાલ પોલીસની ગીરફતમાં છે.વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો અનેક એવી ઘટનાઓ હાલ બની રહી છે જે ભલભલાના હોશ જ ઉડાવી દેતી હોય છે એવામાં એક ખુબ કરુણ બનાવ સામે આવ્યો છે જેના વિશે જાણીને તમે પણ ધ્રુજી જશો, જાણવા મળ્યું છે કે આ ઘટનાની અંદર 25 વર્ષની મહિલાની હત્યા કરી નાખવામાં આવી હતી, મહત્વની વાત તો એ છે કે મહિલાના લગનને હજી ફક્ત 5 મહિના જ થયા હતા.
હજી ભાઈ સાથે વાત કરીને થોડાક જ સમય બાદ મૃતક મહિલાના ભાઈને ફોન કરીને જણાવામાં આવ્યું કે તેની બહેનનું મૃત્યુ થઇ ચૂક્યું છે, એવામાં આ ખબર સાંભળતાની સાથે જ ભાઈની આંખો માંથી આંસુ સરી પડ્યા હતા. આ ઘટના બનતા મૃતક મહિલાના ભાઈએ જણાવ્યું હતું કે તેની બહેનના સાસરિયા પક્ષના લોકો બુલેટ, એસી જેવી અનેક વસ્તુઓની માંગ કરતા અને ભારે મારપીટ પણ કરતા હતા, એવામાં અચાનક જ દીકરીનું મૃત્યુ થઈ જતા મૃતકના પરિવારજનોએ મહિલાના સાસરિયા પક્ષ વિરૃદ્ધ ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે સાસરિયાં પક્ષના લોકોએ જ હત્યા કરી નાખી છે.
તમને જણાવી દઈએ કે આ પુરી ઘટના અંગે જાણકારી પ્રાપ્ત થઇ છે કે મૃતક મહિલાનું નામ સ્વીટી શર્મા છે જેના લગ્ન 17 ફેબ્રુઆરીના રોજ ઉડવંતનગર વિસ્તારના ગજરાજ ગંજ ના ઓપી અંતર્ગત આવેલ કારીસાથ ગામના વિશાલ સિંહ સાથે થયા હતા, એવામાં લગ્નને ફક્ત પાંચ માસ થતા જ દીકરીનું મૃત્યુ થતા મોસળ પક્ષમા દુઃખના વાદળો છવાય ગયા હતા, એટલું જ નહીં મોસાળ પક્ષના લોકોએ દીકરીના મૃતદેહને રસ્તા પર રાખીને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતો અને સાસરિયા પક્ષના લોકોની ધરપકડ કરી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
મૃતક સ્વીટી વિશે જો વાત કરવામાં આવે તો સ્વીટી રોહતાંસના કચ્છવા થાના શેત્રના દનવાર ગામની રહેવાસી છે જેના પિતાનું નામ મનોજ સિંહ છે, સ્વીટીના લગ્નમાં તેના પિતા મનોજ સિંહે પોતાનું ખેતર વેચીને 12 લાખ રૂપિયા કેશ અને અનેક સમાન દીકરીને આપ્યો હતો, એવામાં બહેનનુ મૃત્યુ થતા તેના ભાઈ ઉજ્જવલે જણાવ્યું હતું કે એક મહિના બાદ જ સ્વીટીના પતિ તથા સાસરિયા પક્ષના લોકોએ બુલેટ બાઈક, સોનાની ચેન, એસી તથા અન્ય વસ્તુઓની પણ માંગ કરી હતી તેવો આરોપ મૃતક સ્વીટીના ભાઈ ઉજ્જવલ નો આરોપ છે, ઉજ્જવલે એમ પણ જણાવ્યું હતું કે લગભગ 10 દિવસો માટે તેનો મોબાઈલ પણ છીની લેવામાં આવ્યો હતો એવામાં જયારે તેના સાસરિયે પૂછવામાં આવે કે સ્વીટીનો મોબાઈલ ક્યાં છે તો તેઓ જણાવતા કે તે રીપેરીંગ માટે મેકલવામાં આવ્યો છે.
રવિવારના રોજ રાત્રે 11 વાગ્યા એ ઉજ્જવલ એ બહેન સ્વીટી સાથે વાતચીત કરી હતી જેમાં ઉજ્જવલને લાગ્યું જ હતું કે તેની બહેન નારાજ છે એવામાં સ્વીટીએ તેઓ આવી ગયા કહીને ફોન કટ કરી નાખ્યો હતો જે બાદ એક કલાક વીત્યા બાદ સાસરિયા પક્ષ તરફથી ફોન આવ્યો હતો કે તમારી દીકરીનું મૃત્યુ થઇ ચૂક્યું છે, એવામાં આ ખબર સાંભળતા ની સાથે જ સૌ કોઈ દુઃખમાં ગરકાવ જ થઇ ચૂક્યું હતું.