એક સમયે નેતાઓ ની શાન ગણાતી એમ્બેસેડર કારની કીંમત 1957 મા માત્ર આટલા હજાર હતી ! જાણો કીંમત અને શા માટે…
આજે અનેક મોર્ડન કાર માર્કેટમાં ઉપલબ્ધ છે પરંતુ એક સમયે રાજનેતાઓ માટે એક જ કાર સૌથી લોકપ્રિય હતી અને આ કાર રાજનેતાઓ માટે ઓળખ બની ગઈ હતી. આ કાર ભારતમાં રાજકારણીઓથી લઈને અધિકારીઓ સુધી એટલી લોકપ્રિય બની હતી કે તે સામાન્ય લોકોમાં ‘લાલ બત્તી કાર’ તરીકે ઓળખાવા લાગી. એટલું જ નહીં, ભારતમાં બનેલા તમામ એમ્બેસેડર્સમાંથી લગભગ 16 ટકા એમ્બેસેડર્સ સરકાર પોતે જ ખરીદતી હતી.
સૌથી ખાસ વાત એ છે કે, હિન્દુસ્તાન મોટર્સની એમ્બેસેડર કારે 58 વર્ષ સુધી ભારતની કારબજાર પર રાજ કર્યું. કંપની દ્વારા સૌ પ્રથમવાર વર્ષ1957માં લોન્ચ કરવામાં આવી હતી તેમજ આ કાર વર્ષ 2014માં બંધ થઇ ગઈ. આ કાર દેશમાં તો સૌથી લોકપ્રિય હતી પરંતુ શું તમે જાણો છો કે તેની પ્રથમ કિંમત શું હતી અને તેને બંધ થઇ ત્યારે તેની કિંમત કેટલી હતી?
હિન્દુસ્તાન મોટર્સેનો ભારતમાં પ્રથમ કાર પ્લાન્ટ હતો, જ્યારે તે એશિયામાં બીજી કાર ઉત્પાદન ફેક્ટરી હતી. અગાઉ જાપાનમાં સમગ્ર એશિયામાં કાર બનાવવાની એક માત્ર ફેક્ટરી હતી, જે ટોયોટા કંપનીએ ખોલી હતી. જ્યારે કંપનીએ આ કારને 1957માં લોન્ચ કરી હતી ત્યારે તેની કિંમત માત્ર 14,000 રૂપિયા હતી. જો કે તે સમયે આ રકમ પણ ઘણી મોટી હતી. મોંઘવારીની ગણતરી કરીએ તો આજે આટલા રૂપિયાની કિંમત લગભગ 12 લાખ રૂપિયા છે.
એમ્બેસેડર કારને ભારતની પ્રથમ કાર હોવાનું ગૌરવ છે. બિરલા ગ્રૂપના બીએમ બિરલાએ 1942માં હિન્દુસ્તાન મોટર્સની સ્થાપના કરી અને પછી 1948માં કંપનીના પ્લાન્ટને બંગાળના ઉત્તરપારા ખાતે ખસેડ્યો. આ પ્લાન્ટે 1957માં પ્રથમ એમ્બેસેડર કારનું ઉત્પાદન કર્યું હતું, જેણે 58 વર્ષ સુધી ભારતીય રસ્તાઓ પર રાજ કર્યું હતું વર્ષ 2014માં આ કારની કિંમત 5.22 લાખ રૂપિયા હતી.ખરેખર આ કારએ રાજનેતાઓની આન બાન અને શાન વધારેલ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.