જન્માષ્ટમીનાં વેકેશનમાં પહોંચી જાઓ, સર્પાકાર રસ્તાની રોમાંચક સફર કરવા ગુજરાતની આ જગ્યાએ, જાણો બીજું શું શું જોવા લાયક…
ગુજરાત રાજ્યમાં અનેક પ્રકારના સુંદર અને રમણીય સ્થળો આવેલા છે. હાલમાં જ્યારે જન્માષ્ટમીની રજાઓ આવી રહી છે, ત્યારે આજે અમે આપને એવા સ્થાન વિશે જણાવશું જે અતિ મનમોહક છે. હાલમાં ચોમાસાના માહોલમાં ડાંગ તેમજ દક્ષિણ ગુજરાતના અન્ય જંગલ વિસ્તારોમાં ફરવા માટે લોકપ્રિય સ્થાન છે.
ખાસ કરીને સુરતીઓ સાપુતારાએ પહોંચી જતાં હોય છે, પરંતુ હાલમાં વલસાડના ધરમપુર તાલુકાના નવા ગિરિમથક તરીકે વિકસી રહેલા વિલ્સન હિલ અત્યંત સુંદર અને મનમોહક છે. પર્વતની ટોચ ઉપર અને દરિયાઈ સપાટીથી લગભગ 2500 ફૂટની ઊંચાઈએ વિલ્સન હિલ છે. અહીંયા પ્રવાસીઓ સૂર્યોદય અને સૂર્યાસ્તની મજા માણવાનું ચૂકતા નથી.
વિલ્સન હિલ નજીક શંકર ધોધ પણ આવેલ છે તેમજ આ હિલ સ્ટેશન ખાતે રાત્રી દરમિયાન પણ રહેવા-જમવાની સુવિધાઓ છે. આ સાથે નજીકમાં જ મહારાષ્ટ્રની સરહદ આવી હોવા છતાં સહેલાણીઓ વિલ્સન હીલ ખાતે જ રોકાવાનું પસંદ કરે છે. ખાસ કરીને સર્પાકાર રસ્તાઓ પસાર થતા હોવાથી સહેલાણીઓ તેની અનોખી રીતે જ મજા માણતા જોવા મળે છે.
ધરમપુરથી ફક્ત 25 કિમીના અંતરે આવેલા વિલ્સન હિલને ગિરિમથક તરીકે વિકસાવવા ગુજરાત ટુરીઝમ દ્વારા 13થી 16 ઓગષ્ટ સુધી મોન્સૂન ફેસ્ટિવલ નિમિત્તે પાપા ડાન્સ, તુર ડાન્સ, ઘેરીયા નૃત્ય, તરપા ડાન્સ, લોક ડાયરો, ગુજરાતી ફોક ડાન્સ તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.તમે કોની રાહ જુઓ છો? પરિવાર સાથે થઈ જાઓ તૈયાર આ મનમોહક સ્થાનનો અનેરો આનંદ માણવા જોઈએ.
ખરેખર આ કુદરતી અને રોમાંચકથી ભરપૂર સ્થાન તમને અનોખો અનુભવ કરાવશે કારણ કે, આ સ્થાન અત્યંત રોમાંચક, રમણિય અને આધ્યાત્મિકતાનો અનુભવ કરાવે છે. આ સ્થાન પરિવારના તમામ સભ્યો માટે ફરવા લાયક છે, એટલે આ જન્માષ્ટમીનાં વેકેશનમાં ફરવા માટે વિલશન હિલ ની.મુલાકાત લેજો.