Gujarat

ભાવનગર : જુવાન મહિલા કોન્સ્ટેબલના હાર્ટઅટેક આવતા થયું દુઃખદન નિધન ! પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું…જાણો પુરી ઘટના

વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાંથી અનેક એવા હાર્ટઅટેકની ઘટનાઓ હાલ સામે આવી રહી છે જેના વિશે જાણીને આપણને પણ આંચકો જ લાગી જતો હોય છે,મિત્રો પેહલા એક સમય હતો જયારે હાર્ટઅટેક મોટી મોટી ઉંમરના લોકોને જ આવતો હતો પરંતુ હાલ એવો સમય આવી ગયો છે કે નાના નાના કિશોરવયના લોકો તથા યુવાનોને પણ હાલ હાર્ટઅટેક ભરખી રહ્યો છે.

એવામાં ભાવનગર શહેરમાંથી એક ખુબ જ દુઃખદ ઘટના હાલ સામે આવી છે જેમાં ભાવનગર પોલીસમાં ફરજ બજાવી રહેલી મહિલા કોન્સ્ટેબલ ફરજ પૂર્ણ કરીને ઘરે પરત ફરી હતી ત્યારે તેને અચાનક જ હાર્ટ અટેક આવ્યો હતો જે બાદ સારવાર માટે તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યા મહિલા કોન્સ્ટેબલનું નિધન થતા પોલીસ મથકમાં તો શોકનું મોજું ફરી વળ્યું હતું જયારે મૃતક મહિલા કોન્સ્ટેલના પરિવારજનો પર તો જાણે દુઃખના વાદળ છવાય ગયા હોય તેવી સ્થિતિ બની હતી.

જાણવા મળેલ છે કે મૃતક મહિલા કોન્સ્ટેલનું નામ કવિતાબેન આશિષભાઇ બારૈયા(ઉ.વ.28) હતું જે કાળીયાબીડ ભાખલપ્રા વિસ્તારની અંદર રહેતા હતા અને છેલ્લા ત્રણ વર્ષોથી પોલીસ તરીકેની ફરજ બજાવી રહ્યા હતા, એવામાં 11 ઓગસ્ટના રોજ તેઓ ડી.એસ.પી કચેરી ખાતે જયારે 15 મી ઓગસ્ટની પરેડ કરી હતી તે બાદ તેઓ ઘરે પહોંચ્યા હતા અને મોડી રાત્રે જયારે કવિતાબેન સુતા હતા ત્યારે અચાનક જ તેઓને હાર્ટઅટેક આવ્યો હતો.

હાર્ટઅટેક આવતા તેમને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યા હતા જ્યા ટૂંકી સારવારમાં જ કવિતાબેનનું દુઃખદ નિધન થયું હતું, આ ઘટનાને પગલે શહેરમાં પણ દુઃખનું મોજું ફરી વળ્યું હતું કારણ કે પોલીસ તરીકે ફરજ બજાવનારી આવી જુવાન યુવતીનું હાર્ટઅટેકથી મૃત્યુ થતા લોકોએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. આ પેહલો આવો કિસ્સો નથી આની પેહલા પણ આવા અનેક કિસ્સાઓ આપણી સામે આવી જ ગયેલ છે જેમાં જુવાન વયના યુવક અથવા તો યુવતીનો હાર્ટઅટેકને લીધે જીવ જતો હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!