રાજભા ગઢવીએ નિર્લિપ્ત રાય અને બાકી મિત્રોને ગીર ની જબરી મહેંમાનગતિ કરાવી ! જુઓ દેશ જમવાનું અને નેસમા….જુઓ વિડીઓ
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતના લોકસાહિત્ય કલાકાર રાજભા ગઢવી ગાંડી ગીરના રહેવાસી છે. હાલમાં જ ગુજરાતના
IPS અધિકારી અને સ્ટેટ મોનીટરિંગ સેલમાં ફરજ બજાવનાર નિર્લિપ્ત રાયએ રાજભા ગઢવીની મહેમાનગતિ માણી હતી. આ વીડિયો જોઈને તમે પણ અચરજ પામી જશો કારણ કે રાજભા ગઢવીએ એવી મહેમાન ગતિ કરી કે તમે પણ આશ્ચય પામી જશો.
ગાંડી ગીરમાં જંગલની સફરથી લઈને નેહમાં બેઠકની સાથે વાર્તાલાપ તેમજ ગાંડી ગીરમાં બપોરા કરાવ્યાં હતા. તમે વીડિયોમાં જોઈ શકશો કે રાજભા ગઢવીએ નિર્લિપ્ત રાયની ખૂબ જ સારી મહેમાન ગતિ કરી અને એમને ગાંડી ગીરની મોજ કરાવી હતી અને ગાંડી ગીરમાં વસતા સાવજના પણ દર્શન કરાવેલ. કહેવાય છે ને જો જીવનમાં ખરી મોજ માણવી હોય તો ગાંડી ગીરના ખોળે એકવાર જરૂરથી જવું જોઈએ.
રાજભા ગઢવી ગુજરાતના લોકપ્રિય લોક સાહિત્ય કલાકાર હોવા છતાં પણ આજે સાદગી સાથે જોડાયેલ છે તેમજ તેઓ ગાંડી ગીર સાથે આજે પણ એવો જ અતૂટ નાતો રાખ્યો છે, કારણ કે ઉચ્ચ અધિકારીઓનું સ્વાગત પણ તેમણે સાદગીપૂર્ણ પણ ગીરના લોકો જેવી રીતે રહે છે, એજ અંદાજમાં કરી હતી. તમે જોઇ શકશો કે ગાંડી ગીરના નેહડામાં ખાટલા પર રજાઈ પાથરીને એવી બેઠકનું આયોજન કરેલ કે સોનાનું સિંહાસન ટૂંકું પડે.
સૌથી ખાસ વાત એ છે કે, રાજભા ગઢવીએ નેહડામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને દેશી ઘીમાં બનાવેલ શુદ્ધ અને સાત્વિક ગીરનું ભોજન કરાવેલું. તમે જોઈ શકશો કે સૌ કોઈ એકસાથે જમીન પર પંગતમાં જમવા બેઠા હતા. નિર્લિપ્ત રાય પણ સામાન્ય વ્યક્તિની જેમ જ ગાંડી ગીરની મોજ માણી હતી. ખરેખર આ વિડીયો જોઈને તમને પણ ગાંડી ગીરની આવી મહેમાનગતિ માણવાનું મન થશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.