રાજકોટમાં એક બહેને રક્ષા બંધનના દિવસે ભાઈને એવી ભેટ આપી કે હવે ચારેય તરફ થઇ રહ્યા છે વખાણ, ભાઈને નવજીવન…
આ જગતમાં ભાઈ-બહેનનો પ્રેમ અને સંબંધ સૌથી ન્યારો છે, કોઈપણ સંબંધ તૂટી શકે પરંતુ રેશમની ડોરીથી બંધાયેલ સંબંધ ક્યારેય નથી તૂટતો. હાલમાં જ ગુજરાતના રાજકોટશહેરમાં રક્ષાબંધનના દિવસે એક ખૂબ જ પ્રેરણાદાયક અને હદયસ્પર્શી ઘટના બની છે. આ બનાવ અંગે અમે આપને વધુ માહિતી જણાવી તો ભાઈની કિડની ફેઇલ થતાં બહેને પોતાની કિડની આપીને ખરા અર્થ ભાઈની રક્ષા કરી છે.
અંગદાન મહાદાન છે, આ જગતમાં અંગદાન થકી અનેક લોકોને જીવનદાન મળે છે. હાલમાં જ રાજકોટ શહેરના 32 વર્ષના ભરતભાઈ મકવાણાની બંને કિડની કોરોના કારણે ફેઈલ થઈ ગઈ હતી. ડોક્ટરે જણાવેલ કે, તેમનું 70 ટકા કિડની ફેઈલ થઈ ગઈ છે. આ કારણે તેમને બી.ટી.સવાણી હોસ્પિટલના ડોક્ટરે ડાયાલીસીસ કરાવવાની સલાહ આપી હતી.
6 મહિનાથી ડાયાલિસીસ કરાવવી રહ્યા હતા. પોતાના ભાઈની કિડની ફેઇળ થતાં તેમના બહેન દયાબેન વાગડિયા કોઈપણ પ્રકારના સ્વાર્થ કે જીવનની પરવાહ કર્યા વગર જ ભાઈને નવું જીવન આપવા માટે ઈની રક્ષા કરી સાચા અર્થમાં રક્ષાબંધનની ઉજવણી કરી હતી. બહેને પોતાની કિડની આપીને ભાઈને નવું જીવનદાન આપ્યું છે, આજના સમયમાં આવા બનાવો ભાગ્યે જ બનતા હોય છે, ખરેખર આવી બહેન સૌ ભાઈઑને મળે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.