ગ્રીષ્માં હત્યાકાંડ જેવી જ વધુ એક ઘટના સુરતમાં બની ! પ્રેમીએ સરજાહેરમાં પ્રેમિકાને પેચ્યાંના ઘા ઝીકી પથ્થરથી માથું છૂંદયું, લોકો તમાશો જોતા રહ્યા…
મિત્રો તમને ગ્રિશમાં હત્યાકાંડ વિશે તો ખબર જ હશે જેમાં એક તરફી પ્રેમમાં યુવકે ગ્રીષ્માની એટલી નિર્દયતાથી હત્યા કરી નાખી હતી કે જાણીને હજુ પણ આપણું કાળજું કંપી ઉઠે છે,એવામાં હાલ આવી જ એક ઘટના સુરત શહેરમાર્થી સામે આવી છે જેમાં એક પ્રેમીએ પોતાની જ પ્રેમિકાનું પથ્થર વડે માથું ફોડીને હત્યા કરી નાખી હતી, પ્રેમીએ પોતાની જ પ્રેમિકાના મોઢાના ભાગ પર પથ્થરના ઘા ઝીકીને મોઢું છૂંદી કાઢ્યું હતું, જે લોકોએ પણ આવા દ્રશ્ય જોયા હતા તે સૌ કોઈ ધ્રુજી જ ઉઠ્યું હતું.
જણાવી દઈએ કે આ પુરી ઘટના સુરત શહેરના સચિન GIDC માં બની હતી જ્યા પ્રેમીએ પેહલા પ્રેમિકાને પેચિયાથી મોઢા પર ઘા માર્યા બાદ પથ્થર વડે પોતાની જ પ્રેમિકાનું માથું છૂંદી કાઢ્યું હતું અને જેવી પ્રેમિકા મૃત્યુ પામી ત્યાંર બાદ તે 10 મિનિટ સુધી લાશ પાસે બેઠો રહ્યો, આ ઘટના દરમિયાન ત્યાં અનેક લોકો ઉપસ્થિત હોવાનો એહવાલ સામે આવ્યો છે પણ એકપણે યુવતીને બચાવાનો પ્રયાસ કર્યો ન હતો.
ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પુરી ઘટનાની તપાસ હાથ ધરી અને આરોપી મૂળ યુપીના રહેવાસી અને હાલ તલંગપૂર્ણ સાઈદર્શન સોસામાં રહેતા શૈલેષ રાધીકાપ્રસાદ વિશ્વકર્મા ને છેલ્લા ત્રણ વર્ષોથી પાડોશમાં રહેતી 20 વર્ષીય નીલુકુમારી વિશ્વકર્મા સાથે પ્રેમ સબંધ ચાલી રહ્યા હતા, એવામાં પોલીસે તપાસ હાતઃ ધરતા મૃતક મહિલાના પિતાએ પોતાની આપવીતી જણાવી હતી, તેઓએ જણાવ્યું હતું કે આરોપીના પિતાએ આ અગાઉ દીકરીને મારી નાખવાની ધમકી આપી હતી.
મૃતકના પિતાએ જણાવ્યું હતું કે તેમની દીકરીની સગાઈ નવરાત્રીમાં થવાની હતી એવામાં તેઓ 9.05 કલાકે તેઓ તેમની પત્ની અને દીકરો નોકરીએ ગયા હતા ત્યારે ઘરે ફક્ત તેમની પુત્રવધુ તથા દીકરી હતા.મૃતક યુવતીના પિતા ગુલાબશંકરે આ ઘટનાને લઈને હૈયાફાંટ આક્રંદ કર્યું હતું.તેઓએ કહ્યું હતું કે કદાચ દીકરો ઘરે હોટ તો આજે મારી દીકરી જીવિત હોટ,પાડોશીનો દીકરો માર દીકરીને મારતો રહ્યો અને લોકો તમાશો જોતા રહયા. યુવતિના પિતા એવા ગુલાબશંકરે હત્યાનો પૂરો આરોપ પાડોશીના દીકરા પર લગાવ્યો હતો અને એમ પણ જણાવ્યું હતું કે આ અગાઉ પણ પ્લોટ બાબતે તેમનો પાડોશી સાથે ઝગડો થયો હતો.