Viral video

અંબાણી પરિવારના ઘરે ઉજવામાં આવેલ ગણેશ ઉત્સવમાં ઓસમાણ મીરે ગુજરાતી ગીતોની રમઝટ બોલાવી ! જુઓ આ વિડીયો

કયો એવો વ્યક્તિ હશે જે અંબાણી પરિવારને નહીં ઓળખતું હોય, આપણા દેશના સૌથી અમારી વ્યક્તિ એવા મુકેશભાઈ અંબાણીને હાલ આખું વિશ્વ ઓળખી રહ્યું છે કારણ કે વિશ્વમાં પણ ટોપ 10 સૌથી ધનિક વ્યક્તિઓમાં મુકેશભાઈ અંબાણીનો સમાવેશ થાય છે આના પરથી જ કહી શકાય કે મુકેશભાઈ અંબાણીનો બિઝનેસ કેટલો મોટો હશે,આમ તો તમને ખબર જ હશે કે અંબાણી પરિવાર પોતાની મુખ્યત્વે લકઝરીયસ લાઈફ માટે ચર્ચામાં રહેતા હોય છે.

તમને ખબર જ હશે કે અંબાણી પરિવાર દ્વારા કોઈપણ મોટા મોટા તહેવારોને ખુબ જ ધામધૂમથી ઉજવામાં આવતા હોય છે જેમાં મોટા મોટા કલાકારો તથા મોટા મોટા સુપરસ્ટારોને બોલવામાં આવતા હોય છે અને આવા કલાકારો પોતાની હાજરી પણ આપતા હોય છે, એવામાં હાલ અંબાણી પરિવારના ઘર એંટાલિયામાં ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું જેની પધરામણીના દિવસે અનેક મોટા મોટા બૉલીવુડ સુપરસ્ટારો હાજર રહ્યા હતા.

ગણતપી બાપ્પાના સ્થાપના સમયે શાહરુખ ખાન, સલામન ખાન,રોહિત શેટ્ટી, સચિન તેંડુલકર જેવા અનેક એવા મોટા મોટા ફિલ્મ જગતના સુપરસ્ટારો તથા ક્રિકેટ જગત તથા કલા જગતના મોટા મોટા વ્યક્તિઓ હાજર રહયા હતા, એવામાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે જે અંબાણી પરિવાર દ્વારા કરવામાં આવેલ ગણપતિ સ્થાપનાનો છે, હવે આ વીડિયોમાં ખાસ શું છે તેના વિશે જણાવી દઈએ.

મિત્રો આ વિડીયોમાં ખાસ વાત તો એ છે કે આપણા ગુજરાતના પ્રખ્યાત કલાકાર એવા ઓસમાણ મીર ગીત ગાતા જોવા મળી રહ્યા છે, ગીત પણ કોઈ હિન્દી નહીં પરંતુ ગુજરાતી ગીત “મણિયારો” ગાય રહ્યા છે, આથી આ વીડિયોને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. વિડીયો જોઈ પોતાની અનેક પ્રતિક્રિયા આપી રહ્યા છે જેમાં સોશિયલ મીડિયા યુઝરો લખે છે કે “આને કહેવાય સાચ્ચો ગુજરાતી” આવી અનેક કમેન્ટ સોશિયલ મીડિયા યુઝરો આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!