India

પશુ-માનવ વચ્ચેનો આવો પ્રેમ તમે ક્યારેય નહીં જોયો હોઈ!! પોતાની ભેંસનું નિધન થયું તો પશુપાલકે કર્યું આવું વખાણલાયક કાર્ય.. જુઓ તસ્વીર

આપણે જાણીએ છે કે ઘણા એવા લોકો પણ આ દુનિયામાં છે જેમને પોતાના પાલતુ પ્રાણીઓ અને પક્ષીઓ પ્રત્યે અતિ લગાવ હોય છે. હાલમાં જ આવો જીવદયા નો એક ઉત્તમ દાખલો બન્યો. વાત જાણે એમ છે કે, હરિયાણાના ચરખી દાદરીમાં એક ભેંસના મૃત્યુ પછી એવું કાર્ય કરવામાં આવ્યું કે જગત આખું જોતું રહી ગયું.


વાત જાણે એમ છે કે, 24 વર્ષથી એક ખેડૂત પરિવારની ત્રણ પેઢીઓને સમૃદ્ધ બનાવી હતી, તેને ધાર્મિક વિધિઓ અનુસાર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. આ ભેંસનું નામ લાડલી હતું અને સૌથી ખાસ વાત એ કે લાડલીના મુત્યુ બાદ જમણવાર પણ રાખવામાં આવેલ.આ દરમિયાન  સંબંધીઓ સિવાય ગ્રામજનોને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું અને તમામ લોકો હાજર હતા.

ત્રણ પેઢીઓએ 28 વર્ષ પહેલા આવેલી આ ભેંસનું દૂધ પીધું અને તેમાંથી જન્મેલા બાળકોને ઉછેરતાં તેણે અઢળક કમાણી પણ કરી. આ ભેંસાણ માલિક  કહ્યું કે અમે ભેંસને  “લાડલી” કહીને બોલાવતા હતા અને તેને પોતાના પરિવારનો સભ્ય માનતા હતા. ખેડૂત સુખબીરે જણાવ્યું કે ભેંસના અંતિમ સંસ્કાર કાર્યક્રમમાં દેશી ઘીથી બનેલો ખોરાક બનાવવામાં આવ્યો હતો.

જેમાં  ચોખા, લાડુ, વગેરેનો સમાવેશ થતો હતો. જલેબી, ગુલાબ જામુન, સબઝી અને પુરી સામેલ હતી. લગ્નની જેમ ગોલ-ગપ્પા પણ પીરસવામાં આવ્યા હતા.ખેડૂતના જણાવ્યા મુજબ ભેંસના અંતિમ સંસ્કારમાં લગભગ ચારસો સંબંધીઓ જોડાયા હતા.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!