ગુજરાતમાં એકી સાથે ત્રણ આફતોનું સંકટ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણો ક્યારે ઠંડીનું જોર વધશે અને માવઠું પડશે…
ગુજરાતમાં ઠંડીનો વધારો થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં લધુત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત સર્જાશે. 12થી 15 ડિસેમ્બરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે.
અરબ સમુદ્રમાં 13, 14 ડિસેમ્બરે હલચલ રહેશે. આ કારણે રાજ્યમાં 13 અને 14 ડિસેમ્બરે માવઠુ પડવાની શકયતા છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં માવઠું પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
11 થી 13 ડિસેમ્બર દરમિયાન નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. જેના કારણે જમ્મુ સિવાય લેહ લદ્દાખમાં પણ હિમવર્ષા થવાની છે. જેના કારણે ઠંડીમાં હજુ વધારો થશે. હવામાનશાસ્ત્રીઓના મતે લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થશે.