લગ્નના બંધમાં બંધાય આમિર ખાનની લાડલી ! વર શેરવાની કે ઘોડા પર નહિ પણ બનિયાન-શોર્ટ્સમાં માંડવે લગ્ન કરવા પોંહચયો…જુઓ તસ્વીર
હાલના સમયમાં તમને ખબર જ હશે કે અનેક બોલીવુડના અભિનેતા કે તેમના સંતાનો લગ્નના બંધમાં બંધાય રહ્યા છે એવામાં જો તમે સોશિયલ મીડિયા યુઝ કરતા હશો તો તમને ખબર જ હશે કે હજુ કાલે બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકાર એવા આમિર ખાનની દીકરી એવી આઇરા ખાન પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્નના બંધનમાં બંધાય હતી, આ લગ્ન મુંબઈની અંદર ઇન્ટિમેટ રજીસ્ટર્ડ વેડિંગ સેરેમની રૂપે કરવામાં આવ્યા હતા.

બૉલીવુડ અભિનેતાએ આમિર ખાનની દીકરી આયરા ખાને પોતાના મનેગટર એવા નૂપુર શિખરે સાથે લગ્નના બંધનમાં બંધાય હતી જેની અનેક તસવીરો તથા વિડીયો સોશિયલ મીડિયા પર હાલ સામે આવી રહી છે અને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે તો અમુક યુઝરો દ્વારા ખુબ ટ્રોલ પણ થઇ રહી છે કારણ કે નૂપુર શિખરે લગ્નમાં કોઈ શેરવાની કે ઘોડે વોડૅ ચડીને નહીં પરંતુ ગંજી પેરીને લગ્નમાં પોંહચયો હતો.

તસ્વીર તથા વિડીયો જોઈ સોશિયલ મીડિયા યુઝરો દ્વારા તેને ખુબ ટ્રોલ કરવામાં આવ્યો હતો જેમાં દરેક લોકોની અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી હતી. ખાસ વાત તો એ છે કે આ લગ્નની અંદર આપણા દેશના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશભાઈ અંબાણી તથા તેમના પતિની લગ્નની અંદર પધાર્યા હતા, જેના પણ વડીયો હાલ સામે આવી રહયા છે.

નૂપુર શિખરેના લગ્નના આવા આઉટફિટને લઈને સૌ કોઈ ચોંકયુ હતું પણ આયરા ખાને ઈન્ડોવેસ્ટર્ન આઉટફિટ પહેરેલી જોવા મળી રહી હતી, આ લગ્નની તસવીરો તથા વિડીયો સોશિયલ પર વાયરલ થતા સોશિયલ મીડિયા યુઝરોએ ખુબ મજાક ઉડાવી હતી જેમાં એક યુઝરે લખ્યું હતું કે “બિચારો કેટલો ગરીબ છે.”આવી તો અનેક પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયા યુઝરો દ્વારા આપવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે 22 સપ્ટેમ્બરના રોજ અચાનક જ આયરા ખાને નૂપુર શિખરે સાથે અચાનક જ એન્ગેજમેન્ટ કરી લીધી હતી જેના વિશે જાણીને સૌ કોઈ ચોકી જ ઉઠ્યું હતું. આયરાએ પોતાના ડ્રિમ પ્રપોઝલનો વિડીયો પણ શેર કર્યો હતો જે ખુબ વધારે વાયરલ પણ થયો હતો.

