બોલો જય શ્રી રામ! પ્રતિષ્ઠાને મહોત્સવ પહેલા શ્રી રામ મંદિરના પરિસરની તસવીરો આવી સામે, કરો દિવ્ય દર્શન ….જુઓ તસવીરો
અયોધ્યા નગરીમાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ પ્રસંગ માટે તૈયારીઓ તેજ થઈ ગઈ છે. હાલમાં શ્રી રામ મંદિર દ્વારા ભવ્ય મંદિરના પરિસરની ખાસ તસવીરો શેર કરવામાં આવી છે. મંદિરનું પરિસર અતિ કલાત્મક અને ભવ્ય દેખાય રહ્યું છે. ગર્ભગૃહનો સુવર્ણ દ્વાર પણ તૈયાર છે. આ દિવ્ય મંદિરમાં ભગવાન રામની પ્રતિષ્ઠા થશે. આ શુભ પ્રસંગે દેશભરના લોકો ઉત્સાહથી રાહ જોઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે,રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય મહાનુભાવો હાજરી આપશે. આ સમારોહમાં રામ મંદિરનું નિર્માણ કરનારા મજૂરોના પરિવાર પણ હાજર રહેશે.

પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે એટલે કે 22મી જાન્યુઆરીએ રામ મંદિર ટ્રસ્ટ દ્વારા આમંત્રિત કરાયેલા લોકો જ દર્શન કરી શકશે. આ લોકો ગ્રીન કોરિડોરથી સીધા શ્રી રામ જન્મભૂમિ મંદિર પહોંચશે. પરંતુ 23 જાન્યુઆરીથી શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં દર્શનનો સમયગાળો લંબાવવામાં આવશે.

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એક ઐતિહાસિક ઘટના છે. આ ઘટનાથી દેશના હિંદુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઘટના દેશની એકતા અને સમૃદ્ધિમાં વધારો કરશે. વરસોની વેળા બાદ શ્રી રામ ભગવાન પોતાની જન્મભૂમિ પર બાળ સ્વરૂપે શ્રી રામ લલ્લા તરીકે બિરાજમાન થશે. તમને જાણીને આશ્ચય થશે કે, શ્રી રામ મંદિરના ગર્ભગૃહમાં માત્ર શ્રી રામજી એક જ બિરાજમાન થશે અને આ દિવ્ય રૂપના દર્શન કરવા હિંદુઓ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.

હાલમાં શ્રી રામ મંદિર દ્વારા જે તસવીરો શેર કરવામાં આવીછે, આ તસવીરો જોઈને તમારુ મન પણ પ્રસન્ન થઇ જશે કારણ કે 500 વર્ષ પછી શ્રી રામ અયોધ્યામાં પધારી રહયા છે, ત્યારે આ ઘડી આપણા સૌ માટે અતિ દિવ્ય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
