GujaratViral video

સુરતમાં યોજાયા ખુબ આલીશાન લગ્ન ! અયોધ્યા રામ મંદિરની થીમ પર પ્રેરિત લગ્નનો સેટ, લગ્ન એવા કે તમે જોતા જ રહી જશો…જુઓ વિડીયો

હાલ મિત્રો લગ્ન ગાળો શરૂ થઇ ચુક્યો છે એવામાં તમને ખબર જ હશે કે સોશિયલ મીડિયા દ્વારા અનેક એવા અનોખા લગ્ન સામે આવતા હોય છે ક્યાંક અલગ રીતિ રિવાજ તો ક્યાંક ખુબ જ અનોખી રીતે લગ્નના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તમને ખબર જ હશે કે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિર ખાતે ખુબ જ ભવ્ય રીતે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

આખા દેશની અંદર આ ઉત્સવને ખુબ જ ધામ ધૂમ પૂર્વક તથા ખુબ હર્ષો ઉલ્લાસ સાથે ઉજવામાં આવ્યો હતો એટલું જ નહીં આખા ભારત દેશની અંદર આ પર્વને લઈને દિવાળીના તહેવાર જેવો માહોલ હતો, લોકોએ અલગ અલગ રીતે આ ખુશીના પર્વની ઉજવણી કરી હતી જેમાં ગુજરાતમાં તો એક એવા પણ લગ્ન સામે આવ્યા હતા જેમાં વરરાજો રામનું વેશ ધારણ કરીને લગ્નના બંધનમાં બંધાયો હતો.

ત્યારે સુરત શહેરમાંથી એક ખુબ જ અનોખા તથા આલીશાન કહી શકાય તેવા લગ્નનનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વધારે વાયરલ થઇ રહ્યો છે,સુરત શહેરમાં આ લગ્ન થયા હોવાની ખબરો હાલ સામે આવી છે જેમાં લગ્નની થીમ રામ ભગવાન અયોધ્યા જેવી રાખવામાં આવી હતી, ચારેય તરફ મોટા મોટા કિલ્લાઓ જેવો એરિયા અને મોટા આજુબાજુ મોટા મોટા મહેલો જેવો લગ્ન માટે સેટ ઉભો કરવામાં આવ્યો હતો.

આ લગ્નના વીડિયોની અંદર જ જોઈ શકાય છે કે લગ્નનો આવો મંડપ તૈયાર કરવામાં કેટલી મેહનત લાગી ગઈ હશે, એટલું જ નહીં આ લગ્ન એવા હતા કે જોનારાની તો આંખ જ ખુલ્લીની ખુલ્લી રહી ગઈ હતી. જોરદારની આતીશબાજી તથા આવા આલીશાન લગ્નના મંડપમાં આ યુગલ લગ્નના બંધનમાં બંધાયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Surat News (@iamsuratcitynews)

હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકોને પણ ખુબ વધારે પસંદ આવી રહ્યો છે,ભગવાન શ્રી રામની આવી લગ્નની થીમને મિત્રો એક વખત તો તમે જરૂરથી કમેન્ટમાં લખજો “જય શ્રી રામ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!