કડી : વિધાતાના આ કેવા લેખ ?મિત્રો સાથે વાત કરતા કરતા જ 18 વર્ષનો યુવાન ઢળી પડ્યો અને પછી મૃત્યુ, ઘટના એવી કે જાણી રડી પડશો…
હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો ગુજરાત જ નહીં પરંતુ આખા દેશમાંથી અનેક એવી ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે જેના વિશે જાણીને આપણા પણ હોશ જ ઉડી જતા હોય છે, અમુક વખત હત્યા તો અમુક વખત આત્મહત્યાના કિસ્સાઓ આપણું દિલ દેહલાવી દેતા હોય છે એવામાં આખા દેશભરમાં હાર્ટઅટેકની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જ જઈ રહી છે. આજના આ લેખના માધ્યમથી અમે એક આવી જ ઘટના વિશે તમને જણાવાના છીએ જેમાં ફક્ત 18 વર્ષના દીકરાનું હાર્ટએટેકને લીધે નિધન થયું હતું.
આ દુઃખદ ઘટના કડી માંથી સામે આવી છે જ્યા એન્જીનીયરીંગની પરીક્ષા આપીને વિધાર્થી પોતાના મિત્રો સાથે વાત કરતો હતો ત્યાં વાત કરતા કરતા જ અચનાક યુવાને પોતાના મિત્રના ખભા પર માથું ટેકવી દીધું હતું તેવું હાલ સીસીટીવી વિડીયો દ્વારા સામે આવ્યું છે, મૌતનો હચમચાવી દેતો આવો બનાવ સામે આવતા કડીમાં સૌ કોઈ શોકમાં ગરકાવ થયું હતું જયારે પરિવાર પર તો દુઃખના આભ ફાટી પડ્યા હતા કારણ કે એક જુવાન જોધ દીકરાએ જુવાનીમાં જીવ ગુમાવ્યો .
માહિતી અનુસાર સામે આવ્યું છે કે હાલ કડીમાં રહેતા અને મૂળ વિરગમણા વતની એવા અશોકભાઈ મિસ્ત્રી પોતાના પરિવાર સાથે જય રણછોડ સોસાયટીની અંદર રહેતા એવામાં તેમનો દીકરી 18 વર્ષીય સંકેત મિકેનિકલ એન્જીનીયરીંગનો અભ્યાસ કરતો હતો, એવામાં જ્યારે તે પેપર દઈને સાંજે જયારે તે પોતાના મિત્રો સાથે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તે થોડોક સમય માટે કોમન પ્લોટમાં આવેલ બાંકડે બેસેલ હતો અને મિત્રો સાથે વાતચીત કરતો હતો.
ત્યાં બાકડા પર બેઠા બેઠા જ સંકેતને હ્નદયરોગનો હુમલો આવ્યો હતો અને તે પોતાના મિત્રના ખભા પર માથું રાખીને જ ઢળી પડ્યો, મિત્રોએ થોડોક પણ સમય લીધા વગર બૂમો પાડી પાડીને સ્થાનિકોને બોલાવ્યા જે બાદ સંકેતને તાત્કાલિકે ધોરણે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યા તબીબોએ થોડાક જ સમયમાં તેને મૃત ઘોષિત કરતા પરિવાર પર દુઃખનું આભ ફાટી પડ્યું હતું. જાણવા મળ્યું છે કે મૃતકના પિતા અશોકભાઈ તેમના પરિવાર સાથે અમદાવાદ લગ્ન ખાતે ગયા હતા, જયારે સંકેતને પરીક્ષા હોવાને લીધે તે ઘરે જ રોકાયો હતો.
સંકેતે પેપર પુરા થયા બાદ તરત જ પિતાને ફોન કર્યો હતો અને જમવા વિશેની વાત પણ કહી હતી જે વાત અશોકભાઈ માટે તેમના એકના એક દીકરાની અંતિમ વાત બનીને રહી ગઈ હતી.