GujaratIndia

75માં પ્રજાસત્તાક દિવસના પ્રદર્શનમાં ગુજરાતની ઝાંખી બની આકર્ષણનું કેન્દ્ર ! કચ્છના ધોરડા ગામ પર બની ઝાંખી…જાણો શું સંદેશ આપે છે

આજે 26 મી જાન્યુઆરીનો દિવસ છે આપણ સૌ કોઈ જાણો જ છો કે આજના દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે, આ રાષ્ટ્રીય તહેવારને આખા દેશની અંદર ખુબ જ સારી રીતે ઉજવામાં આવે છે, એવામાં દિલ્હીના ઇન્ડિયાગેટે આપણા સેન્યની પરેડ તથા આપણા દેશના અનેક રાજ્યોની જાખીઓ સાથે આ પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે જેમાં આ વખતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે વિદેશથી મહેમાન પણ આવવાના છે.

ઇન્ડિયા ગેટ પર દેશના મોટા સેન્ય વડાઓ તથા દેશના વડાપ્રધાન તેમ જ રાષ્ટ્રીપતિ સમક્ષ સેન્ય દળો પ્રદર્શન કરે છે જયારે દેશના અલગ અલગ રાજ્યો પોતાના રાજ્યની જાખીઓ રજૂ કરે છે એવામાં અમે આપણા ગુજરાની જાખી વિશે વાત કરવાના છીએ.દર વખતે ગુજરાત રાજ્યની જાખી ખુબ જ સરસ હોય છે અને લોકોને પણ ખુબ જ પસંદ આવે છે એવામાં આ વખતની ગુજરાતની જાખીમાં કચ્છના ધોરડો ગામને પ્રદર્શિત કરવામાં આવ્યું છે.

કચ્છ જિલ્લાનો ધોરડો ગામડું આખી દુનિયાના 54 સૌથી બેસ્ટ ટુરિસ્ટ વિલેજની સૂચીમાં શામેલ કરવામાં આવ્યું છે આથી કે આ ગામની આવી ઉપ્લબ્ધીને લીધે જ ગુજરાતનો ફ્લોટ ધોરડા ગામ પર તૈયાર કરવામાં આવ્યો હતો જેનું શીર્ષક “ધોરડો:ગ્લોબલ આઇડેન્ટટી ઓફ ગુજરાત બોર્ડર ટુરિઝમ” રાખવામાં આવ્યું હતું.75 માં પ્રજાસત્તાક દિવસમાં અનોખું આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું.

UNWTO દ્વારા ધોરડા ગામને બેસ્ટ ટુરિસ્ટ વિલેજની યાદીની અંદર શામેલ કરવામાં આવ્યું હતું. આ ઝાખી દ્વારા ધોરડાની પરંપરા તથા પ્રવાસનને તો બતાવામાં આવ્યું જ પણ સાથો સાથ સ્થાનીય હસ્તશિલ્પ,કલા,રણ ઉત્સવ, ગરબા અને UNWTO ની માન્યતા પ્રાપ્ત થયેલ ધોરડાના ભૂંગાને આ ઝાખીની અંદર પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

કચ્છના રણની અંદર ધોરડાના લોકો કેવી મુશ્કેલીઓનો સામનો કરે છે તેમ છતાં આ ગામ એટલું સરસ છે કે હાલ આખા દેશ નહીં પણ હવે તો વિશ્વમાં ગુજરાત બોર્ડર ટુરિઝમ માટે એક મિસાલ બની ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!