India

આ ભારતીય યુવકને મિત્ર સાથેની મજાક પડી કરોડમાં !! ફલાઇટમાં બેસીને યુવકે મિત્રને મેસેજ કર્યો કે “હું આ ફ્લાઇટને ઉડાવી દઈશ અને પછી….

મિત્રો મજાક મસ્તી કરવી એ કાંઈ ખરાબ વાત નથી પરંતુ તમને ખબર હોવી જોઈએ કે ક્યાં અને તમે કોઈની શું મસ્તી કરી રહયા છો. હાલ અમે એક એવો ચોંકાવનારો કિસ્સો લઈને આવ્યા છીએ જેના વિશે જાણ્યા બાદ તમે પણ મજાક કરતા પેહલા 100 વખત જરૂરથી વિચારશો. એક ભારતીય યુવક સાથે જ આવો બનાવ બન્યો હતો જેમાં તેને એક મજાકને લીધે જેલમાં તો જાવું જ પડ્યું હતું પણ સાથો સાથ કરોડો રૂપિયાનો જુર્માનો પણ ભરવો પડ્યો હતો.

વર્ષ 2022 ની અંદર લંડનથી સ્પેનના મિનોરકાને ઉડાવી દેવાનો પોતાના મિત્રને મજાક કરતો મેસેજ કર્યો હતો હવે આ મેસેજ બ્રિટેન સુરક્ષા સેવાઓએ પકડી લીધો અને આ મેસેજ સીધો સ્પેનિશ અધિકારીઓને મેકલી દેવામાં આવ્યો જે બાદ આ ફ્લાઈટ સફર કરી રહી હતી ત્યારે તેની આજુબાજુ જ F-18 ના લડાકુ વિમાન પણ ઉડાવામાં આવ્યા, આ બંને વિમાનોએ ફલાઇટનો ત્યાં સુધી પીછો કર્યો જ્યા સુધી આ મેસેજ કરનાર યુવક ઊતરી ન ગયો.

ફ્લાઇટ લેન્ડ થતાની સાથે જ વિમાનની તલાશી લેવામાં આવી,ત્યારે વર્મા 18 વર્ષનો હતો, બ્રિટિશની ખફીયા એજેન્સી MI5 અને MI6 ના અધિકારીઓએ વર્માની પૂછતાછ કરી અને તેને ઘરે મેકલી દીધો, જે બાદ વર્માને દોશી માનવામાં આવ્યો અને તેના પર 22,500 યુરો(20,30,535 રૂપિયા) અને બંને જેટ વિમાનો જેણે ફ્લાઇટનો પીછો કર્યો તેનો ખર્ચ 95,00 યુરો(85,72,867 રૂપિયા) ચૂકવવાનો કોર્ટે ચુકાદો આપ્યો હતો.

વર્માએ સ્નેપચેટની મદદથી પોતાના મિત્રને મજાક અને મજાકમાં જ મેસેજ કર્યો હતો કે “હું વિમાનને બ્લાસ્ટ કરવા જઈ રહ્યો છું, હું તાલિબાનનો એક સદસ્ય છું.” આ સંદેશ બ્રિટિશ અધિકારીઓ સુધી પોંહચતા આ મામલો સામે આવ્યો હતો જે બાદ વર્માની ધરપકડ કરીને કોર્ટમાં પેશ કરવામાં આવ્યો હતો જ્યા તેણે જણાવ્યું કે તે ફક્ત એક મજાક હતો, કોર્ટમાં પણ વર્માને પૂછવામાં આવ્યું હતું કે જયારે તેણે આજુબાજુ વિમાન જોયા તો તેને શું વિચાર આવ્યા.

તો આનો જવાબ આપતા વર્માએ કહ્યું કે રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું એટલે એવું લાગ્યું કે કદાચ યુદ્ધા અભ્યાસ ચાલતો હશે,આવો મામલો બનતા સ્નેપચેટ એપ પર પણ મોટા સવાલ ઉઠ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!