કામ માંગવા આવેલ માતા – દીકરીનું જીવન બદલી નાખ્યું સવજીભાઈ ધોળકિયા કે, પૂરી ઘટના જાણો રડી પડશો….
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સુરત શહેરના ડાયમંડ કિંગ સવજીભાઇ પોતાના વ્યક્તિત્વથી વિશ્વભરમાં ઓળખાઈ છે, તેમના કાર્ય થી પ્રભાવિત થઈને ભારત સરકારે પણ તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા છે. હાલમાં સોશિયલ મીડિયા એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં તેમણે બે દીકરીઓના જીવનની એક સત્ય ઘટના કહી છે. ખરેખર આ કિસ્સો જાણીને તમે પણ ગર્વ અનુભવશો કે ખરેખર સવજીભાઇ એક મહાન વ્યક્તિ છે, જે લોકોના જીવનને બદલી નાખે છે.
આ વાયરલ વીડિયોમાં સવજીભાઈ કહેલ વાત અને અને આ બ્લોગ માધ્યમથી આપને ટુંકમાં જણાવીશું, તમામ વાત તમે આ બ્લોગમાં આપેલ વિડીયો થકી જાણી શકશો. એક વાત યાદ રાખવી જોઈએ કે જીવનમાં કોઈપણ વ્યક્તિ ધારે તો શક્ય જે પણ શક્ય બનાવી શકે છે અને જો કોઈ સવજી ભાઈ જેવા વ્યક્તિનો સાથ મળી ગયો તો તમારું જીવન ચોક્કસ પણે બદલાઈ શકે છે.
આજથી છ વર્ષ પહેલાં સવજીભાઈ ધોળકિયા પાસે એક મહિલા પોતાની દીકરી સાથે રસોડાના કામ માટે સવજીભાઈ પાસે આવેલ. તેમના પતિનું મુત્યુ થઈ જતાં બે દીકરીઓ અને દીકરાની જવાબદારી તેમના માથે આવેલી જેથી કરીને તેઓ કામ માટે સવજી ભાઈ પાસે ગયા હતા અને જ્યારે સવજીભાઈ ને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે કહ્યું કે હું તમને કામ તો આપી દઉં પરંતુ ૧૦૦૦૦ માં તમારી જીદંગી નહી નીકળે, એના કરતાં તમે હીરા ઘસવા આવી જાઓ, ગામ તો માત્ર પાંચ દી વાત કરે પરંતુ તમારું જીવન બદલાઈ જશે.
માં દીકરીઓ સવજીભાઈ ભાઈની વાત માની અને માત્ર આઠ મહિનામાં હીરા ઘસવાનું શીખી લીધું અને વર્ષે દીકરી લાખ રૂપિયાનું અને માતા પચાસ હજારનું કામ કરતા થઈ ગયા. આજે બીજી દીકરી પણ હીરા ઘસવાનું શરૂ કરી દીધું અને તેમના માતા ઘર સંભાળે છે. ખરેખર સવજીભાઈ એ જે કાર્ય કર્યું તે ખૂબ જ સરાહનીય છે. આપણે જાણીએ છે કે સવજીભાઈ એ પોતાના જીવનમાં સંઘર્ષ કરીને સફળતા શિખરો સર કર્યા છે, પોતાની કોઠા સૂઝ દ્વારા તે આજે અનેક લોકોના જીવનને પણ ખુશહાલ બનાવી રહ્યા છે. નીચે આપેલ વિડીયો દ્વારા તમે સંપૂર્ણ ઘટના જાણી શકો છો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.