વિદેશી પ્રવાસીઓ પર પણ લાગ્યો બજરંગદાસ બાપા સીતારામની ભક્તિનો રંગ!! બાપાની જય બોલાવી અને પછી… જુઓ વિડીયો
જય બાપા સીતા રામ! નું નામ સાંભળતાની સાથે જ આપણને સૌને બગદાણા ધામ યાદ આવી જાય. બગદાણા ધામ પૂજ્ય શ્રી બજરંગ દાસ બાપુની કર્મ અને તપો ભૂમિ છે, આજે પણ બગદાણા ધામના કણ કણમાં બજરંગદાસ બાપુની દિવ્યતા સમાયેલ છે. આજે દેશ-વિદેશના ભાવિ ભક્તો બગદાણા ધામની મુલાકાત લે છે, અને બાપુના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં જોઈ શકશો કે વિદેશી વ્યક્તિએ પણ બાપા સીતારામની જય બોલાવી.
આપણે જાણીએ છે કે બગદાણા ધામ દિન દુઃખીયાનો અને સૌનું આશ્રય સ્થાન છે, આ વિસામો એવો છે કે ક્યાં ભવે ભવના સુખ મળી જાય. બગદાણા ધામમાં ચાલતું અન્ન્ક્ષેત્ર પણ એટલું જ દિવ્ય છે. કહેવાય છે ને કે જ્યાં અન્નનો ટુકડો. ત્યાં મારો હરિ ઢુકડો. બસ આ વાતને બગદાણા ધામેં સાર્થક કરી છે. હરિહરની હાંકલ સાથે 24 કલાક બગદાણા ધામમાં અન્નક્ષેત્ર ચાલુ હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે.
આ વિડીયોમાં તમે જોઈ શકશો કે, એક વિદેશી ભક્તે અન્નક્ષેત્રમાં પ્રસાદ ગ્રહણ કર્યા બાદ બાપા સીતારામ, ભોલેનાથ અને માતાજીની જય બોલાવી છે. ખરેખર આ વિડીયો એ સાબિત કરે છે, બગદાણા ધામ સૌનું ધામ છે, જ્યાં દેશ વિદેશના લોકોને વ્હાલ ભર્યા આવકાર સાથે સ્વાગત કરવામાં આવે છે. આ વિડીયો જોઈને તમે પણ બાપા સીતારામની જયકાર ગુંજાવશો. ખરેખર બાપાના આશીર્વાદના પ્રતાપે જ વરસો બાદ પણ સત્કાર્ય અને સદાવ્રત ચાલુ છે.
ચાલો અમે આપને બગદાણાધામ વિષે ટૂંકમાં માહિતી આપીએ.બગદાણા ગામ ભાવનગર શહેરથી લગભગ ૮૩ કિ.મી.નાં અંતરે આવેલુ છે. બગદાણા ગામમાં બજરંગદાસબાપાનો આશ્રમ આવેલ છે. આ જગ્યાએ પ્રથમ તો બજરંગદાસબાપાની ઝુંપડી જ આવેલી હતી. જયાં હાલ મોટો આશ્રમ આવેલો છે. જે ગુરૂ આશ્રમ તરીકે વિખ્યાત છે. જયાં બાપાએ ભુખ્યાને ભોજન મળી રહે તે માટે અન્નક્ષેત્ર ચાલુ કરેલ જે આજે પણ ચાલુ છે. આ આશ્રમમાં વર્ષમાં બે મોટા ઉત્સવો ઉજવવામાં આવે છે. જેમાં એક બજરંગદાસબાપાની પુણ્યતિથિ, જે પોષ વદ ૪નાં દિવસે અને બીજો ઉત્સવ અષાઢ સુદ ૧૫ એટલે કે ગુરુ પૂર્ણિમાનાં દિવસે ધામધુમથી ઉજવાય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
