પૂનમ પાંડેએ કરેલ નાટક વિશે રાજભા ગઢવીએ કર્યો કટાક્ષ!! કહ્યું કે “એણે ફેમસ થાવું તું, નજરે પડવા માટે… જાણો શું શું કહ્યું
હાલમાં થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર માત્ર પૂનમ પાંડેની ચર્ચાઓ થઈ રહી હતી કારણ કે તા ૨, ફેબ્રુઆરીના રોજ પૂનમ પાંડેનું સર્વાઇકલ કેન્સરના કારણે મોત થયું તેવી ખબર સામે આવી હતી. આ ખબર આવતાની સાથે જ બોલીવુડ તેમજ મીડિયામાં જગતમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. પૂનમ પાંડેના મૃત્યુની ખબર વાયુવેગે પ્રસરતા શોકનો માહોલ છવાઇ ગયેલો. સૌ કોઇને લાગ્યું કે પૂનમ પાંડે આ દુનિયાને અલવિદા કરી દીધી પરંતુ હકીકત કંઇક અલગ જ સામે આવી.
તા ૩ ફેબ્રુઆરીના રોજ પૂનમ પાંડેનો એક વિડીયો સામે આવ્યો અને તેણે કહ્યું કે હું જીવિત છું. આ વાત સામે આવતાની સાથે જ અનેક લોકોએ પૂનમ પાંડેનો વિરોધ પણ કર્યો કે તેને લોક ચાહના મેળવવા માટે મોતનો સ્ટંટ કર્યો. એક જ દિવસમાં પૂનમ પાંડે માત્ર ભારતમાં નહી પરંતુ દેશ વિદેશમાં ચર્ચાનો વિષય બની અને ગૂગલ પર પણ સર્વાઇકલ કેન્સર પર વધુ સર્ચ થયું.
પૂનમ પાંડેએ પોતાના મૃત્યુના કારણ પાછળ જણાવ્યું કે, આ બધું તેને સર્વાઇકલ કેન્સરની જાગૃતિ આપવા માટે કર્યું છે. હું તો આજે જીવિત છું પણ મારા જેવી અનેક મહિલાનો ભોગ લીધો છે સર્વાઇકલ કેન્સરે. પૂનમ પાંડે એ જે કર્યું તેના પર ગુજરાતના લોક સાહિત્યકાર રાજભા ગઢવી પોતાનું મંતવ્ય જણાવ્યું છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
રાજભા ગઢવી લોક ડાયરામાં કહ્યું કે, એક ભુંડળી મરી ગઈ હતી બે દી પહેલા અને આજે પાછી સજીવન થઈ ગઈ. કોકને એમ થાય કે આવા શબ્દો આ અહીંયા બોલે પણ આ બોલવું જ પડે. મીડિયામાં બધે બહબહાટી બોલી ગઈ. જીવ એનો વાંધો નથી અહીંયા જીવવાનો બંધને અધિકાર છે પણ એને સ્ટંટ કર્યો બોલો અને પાછું કહે કે કે કેન્સરની જાગૃતિ માટે કર્યું પણ તારે ફેમસ થવું હતું લોકોના નજરે પડવું હતું કે લોકો તેને ઓળખે. આવું જે કરે એ આપણા રોલ મોડલ ન હોય. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. રાજભા ગઢવી જે કટાક્ષ કર્યો તેનો હેતુ માત્ર એટલો છે કે, જે વ્યક્તિ પોતાની પબ્લિસિટી માટે આવા ઢોંગ કરે તે વ્યક્તિને આપણો રોલ મોડલ ન બનાવવો જોઈએ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.