રાજકોટની શ્રી માતૃમંદિર કોલેજ ફરી એકવાર છવાઈ ગઈ, કોઈ બીજા સ્થળે નહીં પણ ભારતીય સંસ્કૃતિની જાંખી આપતા સ્થળોએ કર્યો પ્રવાસ… જુઓ તસ્વીર
શ્રી માતૃમંદિર કોલેજ વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહી છે. આવા પ્રયાસોના ભાગરૂપે, કોલેજ દ્વારા તાજેતરમાં જ મધ્યપ્રદેશ પ્રવાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં જ્ઞાન સાથે આધ્યાત્મિકતાનો સમાવેશ કરવાનો હતો. હાલમાં અનેક કોલેજ દ્વારા પ્રવાસનું આયોજન થતું જ હોય છે, જેનો મુખ્ય હેતુ હોય છે માત્ર આનંદ. જેથી શ્રી માતૃ મંદિર કોલેજ દ્વારા એક નવી જ પહેલ કરી. વિધાર્થીઓને પ્રવાસ તો લઈ ગયા પરંતુ વિધાર્થીઓને આનંદની સાથે આધ્યાત્મિકતાની અનુભૂતિ કરાવી.
પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર પ્રવાસ દરમ્યાન, વિદ્યાર્થીઓએ ઉજ્જૈનના પ્રખ્યાત મહાકાલેશ્વર મંદિરમાં ભગવાન શિવના દર્શન કર્યા અને સંધ્યા આરતીમાં ભાગ લીધો. આ ઉપરાંત, તેઓએ ઓમકારેશ્વર, મહિષ્મતી, ઈન્દોર અને અન્ય ધાર્મિક સ્થળોની મુલાકાત પણ લીધી. આ પ્રવાસ દ્વારા વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને ધર્મના ગૌરવશાળી વારસાનો અનુભવ કરવાનો મોકો મળ્યો.ખરેખર શ્રી માતૃમંદિરના આ કાર્યના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે.
વિદ્યાર્ષીઓમાં ધાર્મિક અને આધ્યાત્મિક ગુણોનો વિકાસ થયો. તેમજ ભારતીય સંસ્કૃતિ અને ધર્મ પ્રત્યે આદર અને શ્રદ્ધામાં વધારો થયો. આ ઉપરાંત, વિદ્યાર્ષીઓમાં સંસ્કાર અને નૈતિકતાનો વિકાસ થાય છે. આ આદ્યત્મિક્ત પ્રવાસમાં કોલેજના પ્રોફેસર પ્રશાંતભાઈ ધામેલ, પ્રોફેસર દિશાંકભાઈ કાનાબાર, પ્રોફેસર રાહુલભાઈ દુધાગરા અને પ્રોફેસર વૈશાલીબેન ચાવડા વિદ્યાર્થીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા.
કોલેજના ટ્રસ્ટી શ્રી વિજયભાઈ ગઢિય અને આચાર્ય શ્રી આર.કે.પટેલે આ પ્રવાસના સુંદર આયોજન માટે વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્ટાફને શુભકામનાઓ પાઠવી હતી. તેમજ સૌથી ખાસ વાત એ છે કે, આ પ્રવાસ જ્ઞાન અને આધ્યાત્મિકતાનો સંગમ હતો. વિદ્યાર્થીઓએ આ પ્રવાસ દ્વારા ઘણું બધું શીખી અને યાદગાર અનુભવો મેળવ્યા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.