Gujarat

બોલો જય દ્વારકાધીશ!! ઓખા-બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજનું આ તારીખે થશે ઉદ્ઘાટન, પીએમ મોદી સહીત આ મહાનુભાવોના હસ્તે થશે ઉદ્ઘાટન??

ગુજરાતના પવિત્ર ધામોમાં સતત વિકાસના કાર્ય થઇ રહ્યા છે, ગુજરાતનું સૌથી પવિત્ર અને ગુજરાતીઓ સહિત ભારત ભરના તમામ શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર એટલે દ્વારકા નગરી, આપણે જાણીએ છે કે દ્વારકા રાજાધિરાજ શ્રી કૃષ્ણ ભગવાનની કર્મભૂમિ છે. દ્વારકામાં તેઓ રાજ વહીવટ સંભાળતા હતા જ્યારે બેટ દ્વારકામાં તેઓ તેમના પરિવાર સાથે રહેતા હતા.

 

ઓખા અને બેટ દ્વારકા વચ્ચે દરિયો હોવાથી ત્યાં સુધી પહોંચવા માટે માત્ર બોટ જ એક સહારો હતો પરંતુ હવે શ્રદ્ધાળુઓ સરળતાથી બેટ દ્વારકા પહોંચી શકશે કારણ કે ઓખા અને બેટ દ્વારકાને જોડવા માટે સુંદર અને અતિ સુરક્ષિત સિગ્નેચર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બ્રિજનું ઉદ્ઘાટન ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશશ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કરશે.

ચાલો અમે આપને આ બ્લોગના માધ્યમથી જણાવીએ કે સિગ્નેચર બ્રિજની વિશેષતા શું છે અને આ બ્રિજનું ઉદ્ઘાટન ક્યારે થશે. ઓખા અને બેટ દ્વારકાને જોડાનાર આ બ્રિજનું કાર્ય આખરે પાંચ વર્ષના લાંબા સમયગાળા પછી પૂર્ણ થયું છે,આ ભવ્ય બ્રિજ ઓખા અને બેટ દ્વારકા માટે અતૂટ ભક્તિનો સેતુ બની રહેશે.. અંદાજિત રૂ. 978 કરોડના ખર્ચે તૈયાર થયો છે. આ બ્રિજ 2.3 કી.મી લંબાઈનો છે. બ્રિજની પરીક્ષણ પ્રક્રિયા માટે નિષ્ણાત ટીમો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી હતી.આ તમામ પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ હવે બ્રિજ ખુલ્લુ મુકાવા માટે લગભગ તૈયાર છે.

આ બ્રિજના ખુલ્લા પડવાથી યાત્રાળુઓને બેટ દ્વારકા પહોંચવામાં ખૂબ જ સરળતા રહેશે. અત્યાર સુધી લોકો બોટ દ્વારા બેટ દ્વારકા જતા હતા. આ બ્રિજ યાત્રાળુઓના સમય અને શક્તિ બચાવશે. ખાસ કરીને વૃદ્ધ યાત્રાળુઓ કે નાના બાળકો માટે આ બ્રિજ ખૂબ જ ઉપયોગી સાબિત થશે દ્વારકાધામના વિકાસમાં આ નવો સિગ્નેચર બ્રિજ એક મહત્વપૂર્ણ પગલું છે. યાત્રાળુઓની સુવિધા અને આરામ બંનેનો ખ્યાલ રાખીને બનાવવામાં આવેલા આ બ્રિજથી દ્વારકાધામના પ્રવાસનને વેગ મળશે.

દિવ્યભાસ્કરના અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે, બ્રિજના ઉદ્ઘાઘટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ગુજરાતના પ્રવાસે આવશે. પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી તા. 24ના રાત્રિરોકાણ દ્વારકાના સર્કિટ હાઉસમાં કરશે. તા.25ના દિને દ્વારકાધીશના દર્શન કરી બેટ દ્વારકાના સીગ્નેચર બ્રિજને ખુલ્લો મુકશે. વડાપ્રધાનના આ કાર્યક્રમ માટે ગુજરાત રાજ્ય સરકાર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં સમાવિષ્ટ સિગ્નેચર બ્રિજના ઉદઘાટન સાથે દ્વારકા શહેરને એક નવો સીમાચિહ્ન મળશે. એટલું જ નહીં દ્વારકા આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ પુલ પર પ્રવાસીઓ માટે 12 જગ્યાએ વ્યુઈંગ ગેલેરી બનાવવામાં આવી છે.પ્રવાસીઓ અરબી સમુદ્ર ઉપરથી વાહનો દ્વારા બેટ દ્વારકા જઈ શકશે.આ બ્રિજ ગુજરાતમા આકર્ષણનું કેન્દ્ર બનશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!