Gujarat

રવીન્દ્ર જાડેજાએ વર્ષો પેહલા માતા-પિતા વિશે કહેલી આ વાત હવે સોશિયલ મીડિયા પર થઈ રહી છે વાયરલ! વાંચીને તમે વખાણશો…જુઓ

હાલમાં રવિન્દ્ર જાડેજા અને તેમના પરિવાર વચ્ચેના સંબધો વિષે ચર્ચા થઇ રહી છે, ગઈકાલે રવિન્દ્ર જાડેજાએ ટ્વીટ કર્યું હતું કે, આ ઈન્ટરવ્યુમાં પ્રકાશિત તમામ વાતો અર્થહિન અને અસત્ય છે, મારા ધર્મપત્નીની છબી ખરડાવવા જે પ્રયાસ છે તે ખરેખર નિંદનીય છે. મારી પાસે પણ ઘણી એવી વાતો છે પણ મારે એ વાતો લોકો સામે નથી કહેવી.’ રવિન્દ્ર જાડેજાના પિતાએ કહ્યુ હતું કે અમારે દીકરા રવિન્દ્ર જાડેજા અને રિવાબા સાથે કોઈ સંબંધ નથી. આ વાત જાહેર થતા જ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઓ થઇ રહી છે.

હાલમાં પરિવારિક મતભેદ બાદ વધુ એક ટિવટ વાયરલ થઇ રહ્યું છે, આ ટ્વીટ રવિન્દ્ર જાડેજાએ વર્ષ 2012માં કર્યું હતું. આ ટ્વીટમાં એવી વાત લખી છે, જે દરેકવ્યક્તિ ને ગમશે પરંતુ આ વાત આજે રવિન્દ્ર જાડેજાના જીવનથી અલગ જ પડે છે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે રવિન્દ્ર જાડેજાએ એવું તે શું ટ્વીટ કર્યું કે સોશિયલ મીડિયા પર આ ટ્વીટ એટલું બધું વાયરલ થઇ રહ્યું છે.

 

ચાલો અમે આપને જણાવીએ કે આ ટ્વીટમાં એવું તે શું લખ્યું છે. સોશિયલ મીડિયા પર રવિન્દ્ર જાડેજા અને તેમાં પિતા વચ્ચેના સંબંધ જગ જાહેર થયા છે,
આ ઘટના બાદ હાલમાં રવિન્દ્ર જાડેજાનું વર્ષ 2012 નું એક જૂનું ટ્વીટ હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યું છે જેમાં તેઓએ લખ્યું હતું કે “જે વ્યક્તિ દરરોજ તેના માતા-પિતાના પગને સ્પર્શ કરે છે, તે તેના જીવનમાં ક્યારેય બીજાના પગને સ્પર્શ કરવાની પરિસ્થિતિનો સામનો કરતો નથી.” આપણે સૌ કોઈ જાણીએ છે કે માતા-પિતાના ચરણોમાં જ જગતનું સુખ છે.

હાલમાં જે તમામ ખબરો સામે આવી રહી છે, ત્યારે રવિન્દ્ર જાડેજા અને તેમના પિતા વચ્ચેના સંબંધ વિષે સૌ કોઈને જાણ થઇ છે. ખરેખર આ ઘટના હાલમાં ટોક ધ ટાઉન બની છે, આ પારિવારિક વિવાદ અંગે હાલાં શું અંત આવૅ છે,તે તો સમય જ બતાવશે. આપણે સૌ કોઈ જાણીએ છે કે રવિન્દ્ર જાડેજા અથાગ મહેનત અને પરિશ્રમ થકી પોતાના જીવનમાં સફળતા હાંસીલ કરી છે અને આજે તેઓ ભારતીય ક્રિકેટ ટિમના ખેલાડી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!