રવિન્દ્ર જાડેજાના પિતાનો જૂનો વિડીયો આવ્યો સામે !! સવાલ પૂછવામાં આવ્યો હતો કે “રવિન્દ્રને દુઃખ નથી થતું કે…જુઓ વિડીયો
સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં વિશ્વભરની વાતો ચર્ચાઈ છે, રોજ અવનવા વિડીયો અને સમાચાર તેમજ ફોટોઝ વાયરલ થતાં હોય છે, આ તમામ ખબરો ત્રણેય કાલ સુધી સચવાયેલ રહે છે. ક્યારે કઈ ખબર ફરી સામે આવીને ઊભી રહી જાય કોઈ જાણતું નથી. આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ ભારતીય ટીમમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેમના પિતા વિશેના સંબંધોની ચર્ચાઓ થઈ રહી છે.
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ એક ન્યુઝ વેબ પર આપેલ ઇન્ટરવ્યુમાં જણાવેલું કે, તેમના દીકરા અને પુત્રવધુ સાથે તેમને કોઈ સંબંધ નથી અને મારા પુત્રને મે ક્રિકેટર ખોટો બનાવ્યો આવી અનેક વાતો કરી હતી પરંતુ આ ચર્ચા બાદ રવિન્દ્ર જાડેજાની વર્ષ ૨૦૧૨ ની એક ટ્વીટ સામે આવી હતી. આ ટ્વીટમાં રવિન્દ્ર જાડેજા એ માતા પિતા વિષે ખૂબ જ સુંદર વાત પોસ્ટ કરેલી હતી.
સોશિયલ મીડિયા પર વધુ એક વિડીયો સામે આવ્યો છે, રવિન્દ્ર જાડેજાના પિતા તેમના પુત્રવધુ વિશે વાત કહી રહ્યા છે. આ વીડિયોમાં તમે જોઈ શકશો કે, રવિન્દ્ર જાડેજાના પિતા એ પોતાની પુત્રવધુ વિશે શું કહ્યું. આપણે સૌ કોઈ જાણીએ છે કે, તેમના પુત્રવધુ ભારતીય જનતા પાર્ટીમાં છે તેમજ જામનગર વિધાનસભાના ધારાસભ્ય પણ છે.
વાયરલ વીડિયોમાં જોઇ શકશો કે, રિપોર્ટર રવિન્દ્ર જાડેજાના પિતાને સવાલ પૂછ્યો કે, શું તમારા દીકરાને એ વાતનું દુઃખ નથી થતું કે, તેમના પિતા તેમની પુત્રવધુને સાથ નથી આપતા! રવિન્દ્ર જાડેજા એ વળતો જવાબ આપ્યો કે, તે બધું સમજે છે. એ પાર્ટી અલગ છે અને પાર્ટી નો મેટર છે. ફેમેલીમાં કોઈ પ્રોબ્લેમ નથી. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો અંગે અમે કોઈ પુષ્ટિ નથી કરતા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
