Viral video

બાળકોને ઈંગ્લીશમાં ભણાવા જોઈએ કે ગુજરાતી મિડિયમમાં?? ખુદ યંગ IPS સફીન હસને કહી એટલી સરસ વાત કે દરેક વાલીએ ખાસ સાંભળવી જોઈએ…

તમારા બાળકોને ઈંગ્લીશમાં ભણાવા જોઈએ કે ગુજરાતી મિડિયમમાં?? ખુદ યંગ IPS શફીન હસને કહી એટલી સરસ વાત કે દરેક વાલીએ ખાસ સાંભળવી જોઈએ. પોતાના બાળકોને શિક્ષણ આપવાનું માધ્યમ કયું હોવું જોઈએ? આ પ્રશ્ન ઘણા વાલીઓ અને શિક્ષણવિદોને વિચારતા રાખે છે. ગુજરાતી મીડિયમ તેમની માતૃભાષા સાથે જોડાણ જાળવે છે, સાંસ્કૃતિક સમજ આપે છે અને ખ્યાલો સરળતાથી સમજવામાં મદદ કરે છે.

ઈંગ્લીશ મીડિયમ વૈશ્વિક સ્પર્ધા, રોજગારીની તકો અને ઉચ્ચ શિક્ષણ માટે લાભદાયક છે. પરંતુ, નિર્ણય બાળકની અનુકૂળતા અને ભવિષ્યનાં લક્ષ્યો પર આધારિત હોવો જોઈએ. બંને ભાષાઓ શીખવી જરૂરી છે અને શિક્ષણની ગુણવત્તા મહત્વની છે, માધ્યમ નહીં. IPS સફિન હસન એક ખુબ જ સારી વાત કહી છે, જે દરેક માતા પિતાઓ માટે પ્રેરણા દાયક છે અને સમજવા જેવી છે. ચાલો અમે આપને જણાવીએ કે શફીન હસને શું કહ્યું.

આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, સફીન હસન કહે છે કે, ગુજરાતી અને ઈંગ્લીશ મીડીયમથી કોઈ જ ફેર નથી પડતો. હું એજ ગુજરાતી માધ્યમમાં ભણેલો છું અને મેં યુપીએસસીમાં અંગ્રેજીમાં માર્ક્સ મેળવ્યા છે. આખા વિશ્વનું એક ક્લચર છે કે, જાપાનના લોકો જાપાનીઝ જ ભણે, ચાઈના લોકો ચાઈનીઝમાં ભણે અને મહારાષ્ટ્રના લોકો મરાઠી ભાષામાં જ ભણે એવી જ રીતે ગુજરાતના બાળકો ગુજરાતીમાં જ ભણવા જોઈએ. જે ભાષામાં તમને વિચાર આવતા હોય એ જ ભાષામાં શિક્ષણ મળે તો એની અસર મજબૂત બને છે. ઈંગ્લીશ એક માત્ર પર્સનાલિટીનો ભાગ છે એ કોલિફિકેશન નથી.

સફીન હસનની આ વાતથી સૌ કોઈ સહમત પણ થઇ રહ્યા છે,ખરેખર આ એક ખુબ જ સારી અને સાચી વાત છે કારણ કે આજના સમયમાં માતા પિતાને ઈંગ્લીશ મીડીયમની ઘેલછા લાગી હોય છે પણ ખરેખર તો બાળકોને શિક્ષણ પોતાની માતૃભાષામાં આપવું જોઈએ અને હા ઈંગ્લીશ ભાષાનું જ્ઞાન આપવું એટલું જ જરૂરી હોય છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!