Gujarat

બિઝનેસ બાદ ગોવિંદભાઇ ધોળકિયા હવે રાજકારણમાં જમાવશે પગ!! આ પદ માટે ભાજપે આપી ઉમેદવારી..ડાયમંડ સિટીમાં ખુશીનો માહોલ

ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં યોજાનારી આગામી દ્વિવાર્ષિક રાજ્યસભાની ચૂંટણીઓ માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ નામોમાં એક નામ સૌથી ચોંકાવનારુ અને અકલ્પનિય છે. ગુજરાતના પનોતા પુત્ર અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ ગુજરાતને એક મોટી સરપ્રાઈઝ આપી છે. કોઈએ કલ્પના પણ નહીં કરી હોય એવા વ્યક્તિને રાજય સભાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, આ વ્યક્તિ એટલે સાદગી અને સરળતાનું ઉત્તમ ઉદારહણ ગણાતા ગોવિંદભાઈ ધોળકિયા.

અમરેલીના નાના એવા દુધાળા ગામથી સુરતના ડાયમંડ કિંગ બનનારા ગોવિંદભાઈ ધોળકિયા રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા છે, ચાર સીટો પર રાજ્યસભાની ચૂંટણી યોજાવની છે, જેમાં ગોવિંદભાઈ ધોળકિયાની પસંદગી કરવામાં આવી છે. ગોવિંદભાઈ ધોળકિયા એક સફળ ઉદ્યોગપતિની સાથો સાથ લોક સેવક પણ છે, પોતાના ગામનો વિકાસ કર્યો છે પરંતુ સાથોસાથ અનેક સત્કાર્ય પણ કરી રહ્યા છે. 311 હનુમાનજીના મંદિર બનાવવાનો સંકલ્પ પણ તેમણે લિધેલ છે તેમજ શ્રી રામ મંદિર માટે પણ તેમણે 11 કરોડ રૂપિયાનું દાન અર્પણ કર્યું હતું.

સાદગી અને સરળ વ્યક્તિત્વ ધરાવનાર ગોવિંદભાઈ ધોળકિયા હવે રાજકારણમાં એન્ટ્રી કરી રહ્યા છે, ત્યારે પટેલ સમાજ તેમજ ગુજરાત માટે આ ખુબ જ ગૌરવની વાત છે. રાજ્યસભા શું છે? તે આપને પ્રશ્ન મનમાં જરૂર થતો હશે ચાલો, ત્યારે આમે આપને તે અંગે માહિતી આપીએ. રાજ્ય સભા એ ભારત ના સંસદ નું ઊપલું સદન છે. ભારતીય બંધારણ પ્રમાણે રાજ્ય સભાના ૨૫૦ સભ્યો છે જેમાના ૧૨ સભ્યોની નિમણુંક રાષ્ટ્રપતિ કરે છે. આ સભ્યોને નામાંકિત સભ્યો કહેવાય છે. આ નિમણુંક વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો જેમકે – કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજસેવકોમાંથી કરાય છે. બાકીના સભ્યો ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટાયેલા સભ્યો કરે છે. રાજ્ય સભાનું ક્યારેય વિસર્જન થતું નથી અને તેના એક તૃતિયાંશ સભ્યો દર ૨ વર્ષે ચૂંટાય છે. સભ્યોની મુદ્ત ૬ વર્ષની હોય છે.

ચૂંટણી પંચના જણાવ્યા મુજબ રાજ્યસભાની ચૂંટણી માટે આઠમી ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારીપત્ર દાખલ કરાશે અને 20 ફેબ્રુઆરી સુધી ઉમેદવાર પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચી શકે છે, જ્યારે 27 ફેબ્રુઆરીએ મતદાન અને મતગણતરી બંને હાથ ધરાશે. હાલમાં ગુજરાતભરમાં ગોવિંદભાઈએ ધોળકિયાનું નામ જાહેર થાત ખુશીઓની લહેર ફેલાઈ છે.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!