ચારણ-આહીર વિવાદ અંગે માયાભાઇ આહીરે આપ્યું મોટુ નિવેદન!! કહ્યું કે “જે વ્યક્તિને ઇતિહાસની ખબર ન હોઈ…
એક વ્યક્તિના કારણે હાલમાં આહીર સમાજ અને ચારણ સમાજ વચ્ચે વિવાદ થઇ રહ્યો છે, ત્યારે આ બાબતને આહિર સમાજના આગેવાનોએ વખોડીને ચારણ સમાજની માફી માગી એટલું જ નહીં સમગ્ર આહીર સમાજે એકી અવાજે આવા વક્તવ્યની નિંદા કરી છે, ચારણ સમાજ વતી પૂજ્ય સોનલમા ના પરિવારજન અને ચારણ સમાજના આગેવાન શ્રી ગિરશ આપા એ પણ આ બાબતમાં કોઈ સમાજને બદલે જવાબદાર વ્યક્તિ સામે કાનુની પગલાં લેવાની અને ભાઈચારો જાળવવાની અપીલ કરી.
તેના પછી ચારણ અને આહીર સમાજના અનેક આગેવાનોએ એકસુરમાં અપીલ કરીને સમજદારીનો ઉત્તમ દાખલો બેસાડ્યો. પોતાના સમાજના એક વ્યક્તિને સમર્થન આપ્યા વગર દાખવનાર આહીર સમાજના આગેવાનો આગળ આવ્યા છે, ત્યારે લોક સાહિત્યકાર માયાભાઈ આહીર પણ ચારણ સમાજને ન્રમ પ્રાર્થના કરી છે.
લોક સાહિત્યકાર માયાભાઈ આહીરે પોતાના નિવેદનમાં જણાવેલું કે, ચારણ સમાજને દુઃખ છે અને અમને પણ દુઃખ છે. ગિરીશઆપાથી લઇને ચારણ સમાજના તમામ મોભીને બીજું તો શું હું , કારણ કે તમે ભલે અમને અમને મામા કહો પણ અમે તો તમારા ચરણની રજ છીએ. જે વ્યક્તિને ઇતિહાસની ખબર ન હોય અને સમજ બારું હોય તેને ક્ષમા કરશો, સમસ્ત ચારણ સમાજને ન્રમ પાર્થના છે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ચારણ અને આહીર સમાજને વરસોનો અતૂટ સંબંધ છે, આ સંબંધ તો અનેક યુગો સુધી અકબંધ રહેશે. ચારણ સમાજ અને ચારણકુળમાં અવતરેલ આઈ માંની અપાર શક્તિ અને દિવ્યતા થકી અઢાર વરણ સુખી થયો છે તેમજ અનેક જીવોનું કલ્યાણ થયું છે અને આઈ શ્રી સોનલ માં એ તો પોતાનું જીવન આખું સમાજને સમર્પિત કરીને સમાજને ઉજળું બનાવ્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.