Gujarat

અંબાલાલ પટેલે ફરી એક વખત કરી દીધી મોટી આગાહી!! આવનાર આ તારીખમાં શું માવઠું પડશે?? જાણો શું છે પુરી આગાહી…

હાલમાં ફરી એકવાર અંબાલાલ પટેલે ભારે મોટી આગાહી કરી છે, આ આગાહીના કારણે ખેડૂતો માટે પણ એક ચિંતાનો વિષય છે. એક તરફ હાલમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે ત્યારે ફરી એકવાર અંબાલાલ પટેલે ભારે મોટી આગાહી કરી છે. ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે હવે વાતાવરણમાં કેવો બદલાવ આવશે.

થોડા દિવસ જ પહેલા જ અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે, વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરને કારણે શિયાળાની વિદાય વેળાએ પણ બધાને ફરી એકવાર આકરી અને થીજવી દે તેવી ઠંડી વેઠવી પડશે. અંબાલાલ પટેલની આગહી પ્રમાણે જાણવા મળ્યું છે કે, તા 25 અને 26 ફેબ્રુઆરીએ સવારે અને સાંજે ઠંડી પડશેઆગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં છુટ છવાયી અસર જોવા મળશે અને પવનની ગતિ પણ વધારે રહેશે 29 ફેબ્રુઆરી સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે. આગામી સમયમાં 3થી 5 માર્ચના સમયગાળામાં મુંબઇમાં વાદળ છાયું વાતાવરણ રહેશે અને ગુજરાતમાં 5થી 7 માર્ચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

હાલમાં ફરી એકવાર અંબાલાલ પટેલે ભારે મોટી આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં તોફાની પવન અને કમોસમી વરસાદની શક્યતાઓ છે, આગાહી અનુસાર તા 26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવી શકે છે તેમજ માવઠું પણ પડી શકે છે.અંબાલાલ પટેલની આગાહી અનુસાર જળદાયક ગ્રહોના યોગો, ઉદય અને ગ્રહોના ફેરફારના કારણે પવનની સ્થિતિમાં ફેરફાર થશે તથા તાપમાનમાં પણ ઘટાડો આવશે.

વાતાવરણમા થનાર બદલાવના કારણે ગુજરાત રાજ્યના કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ તથા બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં તા. 1થી 5 માર્ચે પવનનો યોગ સર્જાતા ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે અંબાલાલ પટેલની આગાહી મહદંશે સાચી સાબિત પડે છે, ઠંડીનું પ્રમાણ એક તરફ વધ્યું છે ત્યારે હવે માવઠાની શક્યતાઓ સેવાઈ રહી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!