Gujarat

અંબાણી પરિવારે જામનગરના જોગવડ ગામમાં યોજાયેલ અન્નસેવા વિશે શું બોલ્યા ગ્રામજનો?? કહ્યું કે “તેઓએ પીરસીને… જુઓ

હાલમાં અંબાણી પરિવારના ઘર આંગણે લગ્નનો માહોલ છે. આ શુભ અવસરે જામનગર શહેર પણ નવી વધુની જેમ શણગારવામાં આવ્યું છે. દેશ વિદેશ અને બોલીવુડ તેમજ હોલીવુડથી મહેમાનો પધારી રહ્યા છે. સૌથી ખાસ વાત એ છે કે અંબાણી પરિવારે રાધિકા અને અનંત અંબાણીના લગન પહેલા પ્રિ વેડિંગ સેલિબ્રેશન જામનગર ખાતે રાખેલું છે અને આ પ્રિ વેડિંગ સેલિબ્રેશન પહેલા તેમને અન્ન સેવા કરી.

હાલમાં આ ભોજન સમારોહનો વિડીયો દ્વારા જાણવા મળ્યું હતું કે, રિલાયન્સની જામનગર ટાઉનશીપની આસપાસનાં ગામડાંમાં અન્નસેવા કરવામાં આવી હતી જેના ભાગરૂપે રિલાયન્સ ટાઉનશીની નજીક આવેલા જોગવડ ગામે શ્રી મુકેશ અંબાણી, શ્રી અનંત અંબાણી અને સુશ્રી રાધિકા મર્ચન્ટ, સુશ્રી રાધિકા મર્ચન્ટના માતા-પિતા શ્રી વિરેન મર્ચન્ટ અને શ્રીમતી શૈલા મર્ચન્ટ તેમજ સુશ્રી રાધિકા મર્ચન્ટના નાની સહિતના અંબાણી અને મર્ચન્ટ પરિવારના સભ્યોએ પોતાના હાથે પરંપરાગત ગુજરાતી વાનગીઓ આસપાસના ગામોના લોકોને પિરસી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.

તમને જણાવી દઈએ કે આગામી દિવસોમાં અંબાણી પરિવાર દ્વારા આ અન્નસેવાનો લાભ 51,000 સ્થાનિક નિવાસીઓને મળશે જેથી આગામી કેટલાક દિવસો સુધી અન્નસેવા ચાલુ રહેશે. ખરેખર અંબાણી ખૂબ જ સેવાભાવી છે, તેઓ માને છે કે, માનવ સેવા એ જ માધવ સેવા’ આ જ કારણે તેમને લોકોની સેવા કરીને શુભપ્રસંગની શરૂઆત કરી હતી.

ગામના લોકોએ એ મુકેશ અંબાણીના નાના પુત્રનો પ્રસંગ હતો અને ગામના લોકો માટે જમણ વારનો પ્રસંગ રાખેલો. ખરેખર ભગવાનનો અવતાર કહેવાય કે તેઓ અહીંયા આવ્યા અને બધાને હરિહર કરાવે. ખરેખર અંબાણી પરિવારે ગામના લોકોનુ દિલ જીતી લીધું.

પ્રિ વેડિંગ સેલિબ્રેશન ૧ માર્ચ થી ૩ માર્ચ સુધી યોજાશે આ તમામ ફંકસશન રીલાયન્સ ગ્રીન્સમાં યોજાશે અને ગઈકાલથી જ તમામ મહેમાનો જામનગર ખાતે પધારેલ છે. ખરેખર આ પ્રિ વેડિંગ સેલિબ્રેશન ગુજરાતના તમામ લોકો માટે યાદગાર બની રહેશે. ખરેખર અંબાણી પરિવારે જામનગરમાં પ્રિ વેડિંગ રાખીને જામનગર ને વિશ્વ ફલક પર રોશન કર્યું છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!