Viral video

પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં અનંત અંબાણી એ પોતાના સ્વાસ્થ્યની સમસ્યા વિશે જણાવી વાત તો, મુકેશ અંબાણીની આંખમાંથી આંસુ સરી પડ્યા….જુઓ વિડીયો

જામનગર ખાતે અનંત અને રાધિકા નું પ્રિ વેડિંગ ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે, પહેલા જ દિવસે અંબાણી પરિવારના દરેક સભ્યો એ સ્પીચ આપી હતી. જેમાં સૌથી પહેલા મુકેશ અંબાણી અને નિતા અંબાણીએ વેલકમ સ્પીચ આપી હતી. સૌથી ખાસ વાત એ છે કે હજારો મહેમાનોની સામે અનંત એક એવી વાત કરી કે, મુકેશ અંબાણીની આંખોમાંથી આંસુઓ સરી પડ્યા હતા. આ સ્પીચ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.

અનંત અંબાણીએ એ પોતાના સ્વાસ્થ્ય સંબધિત સમસ્યા પર ખુલીને વાત કરી હતી અને પોતાના માતા પિતા વિષે એવી વાત કરી કે આ વાત સાંભળીને મુકેશ અંબાણીની આંખો ભીની થઈ ગઈ હતી. અનંત અંબાણી એ પોતાના સ્વાસ્થ્ય વિશે કહ્યું કે તેમનું જીવન ક્યારેય ફૂલોથી ભરેલું નથી, કારણ કે તેઓ બાળપણથી જ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી પસાર થયા છે. જેમ જેમ અનંતે આ વિશે વાત કરી, અમે તેમના પિતા મુકેશ અંબાણીને ભાવુક થતા અને તેમની આંખોમાં આંસુ રોકી શક્યા નહી.

પોતાની સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે વાત કરતા અનંતે કહ્યું, “મેં બાળપણથી જ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કર્યો છે, પરંતુ મારા પિતા અને માતાએ મને ક્યારેય તેનો અહેસાસ થવા દીધો નથી. તેઓ હંમેશા મારી પડખે ઉભા રહ્યા છે અને મારા મમ્મી-પપ્પાએ હંમેશા મને અહેસાસ કરાવ્યો છે કે જો હું વિચારી શકું તો હું કરી શકું. મને લાગે છે કે મારા પિતા અને માતાનો મારા માટે આ જ અર્થ છે અને હું હંમેશા તેમનો આભારી છું.”

અનંત અંબાણીએ એ પોતાની થનાર પત્ની વિશે પણ કહ્યું કે, હું ભાગ્યશાળી છું કે મને રાધિકા જેવી જીવન સાથી મળી. છેલ્લા સાત વર્ષથી અમે સાથે છીએ છતાં પણ એવું જ લાગે કે અમે કાલે જ મળ્યા. દિવસને દિવસે અમારા વચ્ચે પ્રેમ વધુ ગાઢ થઈ રહ્યો છે. ખરેખર આ વિડીયો ખૂબ જ હદય સ્પર્શી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!