Viral video

રાજપરા ખાતે યોજાયેલા સમૂહ લગ્નમાં રાજભા ગઢવી સ્ટેજ પર જ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા !! એવુ તો શું થયું?? જુઓ વિડીયો

હાલમાં જ રાજપરા ગીર ખાતે રાજભા ગઢવી તેમજ સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, આ શુભ પ્રસંગે તમામ દીકરીઓને દૂઝણી ગીર ગાય દાનમાં આપવામાં આવી હતી. ખરેખર પહેલીવાર એવા સમૂહ લગ્ન આયોજિત થયા કે જેમાં દીકરીઓને ગાયુંના દાન આપવામાં આવ્યા. આ ભવ્ય સમૂહ લગ્નનું ખુબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું, જેથી આ સમૂહ લગ્ન પ્રસંગે રાજભા ગઢવી આ પ્રસંગે લગ્નમાં હાજર સૌ આઈમાં અને સાધુ-સંતોનું સ્વાગત કરેલ અને તેમના આશીર્વાદ થકી જ આ શક્ય બન્યું તેવું સંબોધન આપ્યું હતું.

રાજભા ગઢવી એક દુહો બોલવા માંગતા હતા અને તે દુહો લલકારતા પહેલા વાત કરે છે કે, એક બાઈ હેલ લઈને દરિયા કાંઠે જતી હતી.. ” આટલું બોલતાની સાથે જ રાજભા ગઢવીની આંખોમાંથી ગદગદ આસુંઑ વહેવા લાગ્યા હતા. પહેલીવાર રાજભા ગઢવી સ્ટેજ પર આ રીતે રડવા લાગ્યા, રડવા પાછળનું કારણ પણ ખૂબ જ સરસ હતું જે લોકોને પણ પ્રેરણા આપે છે કે રાજભા ગઢવીએ જે કામ કર્યું તે ખૂબ જ વખાણવા લાયક છે. આ વાયરલ વિડીયોમાં તમે જોઈ શકશો કે, રાજભા ગઢવીએ પોતાની જ્ઞાનગંગાને એક સાથે જોઈને તેઓ કઇપણ બોલી શકયા નહીં.

રાજભા ગઢવી એટલા માટે રડી પડ્યા હતા કે જે કાર્ય માટે તેમને દોડા – દોડ કરી, આ કાર્યક્રમને ઓપ આપવા માટે સૌ જુવાનીયાઓ ખૂબ જ કામ કરવા માટે દોડા દોડ કરેલી અને આ કાર્યને સફળ બનાવ્યું, જેથી આ હરખ જોઈને રાજભા ગઢવી ભાંગી પડ્યા હતા અને કારણ કે જ્ઞાતનો સંપ અને તેમનું કાર્ય સફળ નિવડ્યું. રાજભા ગઢવીનો આ વિડીયો સોશિયલ મીડીયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો રાજભા ગઢવીના વખાણ પણ કરી રહ્યા છે. આ વિડીયો જોઈને એ ખરા અર્થે સાબિત થાય કે વાત જ્યારે સમાજની એકતાની અને સત્કાર્યની હોય અને નિધારીત કાર્ય સફળ થાય ત્યારે હરખના આસું તો પત્થર જેવા વ્યક્તિની આંખમાંથી સરી પડે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!